પ્યોંગયોંગ-

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉનના કે-પોપના દિવાનાઓને ખુલ્લેઆમ ધમકી આપી છે. તેમણે કહ્યું કે આ એક કેન્સરની જેમ છે. ઉત્તર કોરિયામાં જાે કોઇ તેને સાંભળતા પકડાય કે સાઉથ કોરિયાનું ડ્રામા જાેયું તો તેને લેબર કેમ્પમાં ૧૫ વર્ષની જેલ થશે. દક્ષિણ કોરિયાના કોરિયન પોપને સામાન્ય બોલચાલની ભાષામાં કે-પોપના નામથી ઓળખાય છે. મુખ્યત્વે વેસ્ટર્ન મ્યુઝિક પર બેઝડ કે-પોપમાં હવે કેટલાંય ડાન્સ મુવ્સ અને મ્યુઝિક સ્ટાઇલ આવી ગઇ છે. તેના લીધે દક્ષિણ કોરિયાના આ પોપ મ્યુઝિકના આખી દુનિયામાં દિવાના મળશે.

દક્ષિણ કોરિયન મ્યુઝિક, ટીવી શો અને ફિલ્મો આખી દુનિયામાં લોકપ્રિય છે. તેમાં તાનાશાહના બોજ તળે દબાયેલ ઉત્તર કોરિયા પણ છે. ભાષા-ખાણીપીણી-સંસ્કૃતિ વગેરેમાં સમાનતા હોવાના લીધે ઉત્તર કોરિયન લોકો કે-પોપને ખૂબ પસંદ પણ કરે છે. ઉત્તર કોરિયામાં લોકોનું સાંસ્કૃતિક જીવન સરકાર નક્કી કરે છે. આ જ વાત છે કે ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયન સંસ્કૃતિને વધતી જાેઇએ કિમ જાેંગ ઉને આ ધમકીભર્યો આદેશ રજૂ કર્યો છે.

કિમ જાેંગ ઉનના આદેશમાં કહ્યું છે કે દક્ષિણ કોરિયાની મ્યુઝિક અને ટીવી સિરિયલ્સ આપણા દેશના પોશાક, હેર સ્ટાઇલ, ભાષા અને વ્યવહારને ભ્રષ્ટ બનાવી રહ્યા છે. ડિસેમ્બરમાં જ તેનાથી સંબંધિત એક કાયદો લાવામાં આવ્યો હતો જેમાં દક્ષિણ કોરિયાના કોઇપણ એન્ટરટેનમેન્ટને જાેવા પર લેબર કેમ્પમાં ૧૫ વર્ષની સજા થઇ શકે છે. પહેલાં આ સજા વધુમાં વધુ ૫ વર્ષની હતી. એટલું જ નહીં આ પેન ડ્રાઇવ્સની તસ્કરીમાં સામેલ લોકોને પકડાવા પર મોતની સજા આપવાની જાેગવાઇ છે.