દિલ્હી-

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની ફર્સ્ટ લેડી મેલાનીયા કોરોના પોઝેટીવ હોવાનું જાણવા મળ્યું છે. જીવલેણ વાયરસ વિશ્વના સૌથી શક્તિશાળી દેશના નેતા સુધી પણ પહોંચી શકે છે, જો કે, ચીની મીડિયા પણ આ અંગે મજાક કરવાનુ ચુક્યા નથી. ચીનુ મુખપત્ર અખબાર ગ્લોબલ ટાઇમ્સના સંપાદકે ટ્વિટ કર્યું છે કે ટ્રમ્પ અને તેમની પત્નીએ કોવિડ -19 ને ઓછો આંકવા માટે કિંમત ચૂકવી છે. આના પર, ટ્વિટર પર લોકોએ તેને જવાબ આપ્યો છે કે, મહામારીને છુપાવીને ચીન આ પ્રકારની વાતો ન કરે.


ટ્રમ્પને કોરોના પોઝિટિવ મળ્યા બાદ ગ્લોબલ ટાઇમ્સના સંપાદક હુ શિજિને ટ્વિટ કર્યું હતું કે, "કોવિડ -19 ને ઓછા ગંભીરતાથી ન લેવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીએ જુગારની કિંમત ચૂકવી હતી." આ સમાચાર અમેરિકામાં રોગચાળાના ખતરનાક સ્તર દર્શાવે છે. આ અમેરિકા અને ટ્રમ્પની નકારાત્મક છબી પ્રસ્તુત કરશે અને તેમની પુન: ચૂંટણીને અસર કરી શકે છે.