મુંબઇ-

રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરવાના વધી રહેલા કિસ્સાને કારણે નવ મહિના દરમિયાન મધ્ય રેલવેએ ૧૨.૨૯ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હોવાનું મધ્ય રેલવેએ જણાવ્યું હતું. જૂન, ૨૦૨૦થી માર્ચ, ૨૦૨૧ના નવ મહિના દરમિયાન ટિકિટ વગર ટ્રેનમાં ટ્રાવેલ કરવાના ૩.૪૩ લાખ કેસ નોંધાયા હતા, જે મારફત મધ્ય રેલવેએ કુલ ૧૨,૨૯,૮૧,૮૮૯ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સબર્બનમાં ટિકિટ ચેકિંગ મારફત ૬.૬૩ કરોડ તથા નોન-સબર્બનમાં ૫.૬૨ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જેમાંથી સબર્બન અને નોન-સબર્બનમાં અનુક્રમે ૨.૪૮ લાખ તથા ૯૫,૦૦૦ કેસ નોંધાયા હતા.