દિલ્હી-

ભારતમાં કોરોનાથી મૃત્યુનો દર હવે અમેરીકા અને બ્રાઝીલ કરતાં પણ વધી ગયો છે. ભારત નવા કેસોમાં જ નહીં પણ રોજના મોતના કિસ્સાઓમાં અમેરીકા અને બ્રાઝીલથી આગળ વધી ગયુ છે. ભારતમાં  1114 લોકોના કોરોનાથી મોત થયા હતા. જયારે બ્રાઝીલમાં 800 અને અમેરિકામાં 698 દર્દીના મોત નિપજયા હતા. 

છેલ્લા 3 દિવસથી કોરોનાથી મૃત્યુના બારામાં આવો ટ્રેંડ જોવા મળી રહ્યો છે.અમેરીકામાં રવિવારે 33853 કોરોનાના કેસ જાહેર થયા હતા તેની સામે ભારતમાં તેનાથી ત્રણ ગણા એટલે કે 94372 જેટલા કેસ જાહેર થયા હતા. વર્લ્ડોપીટરનાં આંકડા મુજબ રવિવારે ગત 24 કલાકની અંદર દુનિયાભરમાં કુલ 2.92 લાખ નવા સંક્રમિત કેસ મળ્યા હતા. 

દેશમાં 15 ફેબ્રુઆરીથી લઈને 15 જુલાઈ સુધી 6 મહિનામાં 24,929 મૃત્યુ કોરોનાથી થયા છે. જયારે 12 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાથી કુલ મૃત્યુની સંખ્યા 78,586 થઈ છે. અર્થાત 53657 મૃત્યુ છેલ્લા 15 જુલાઈથી 12 સપ્ટેમ્બર દરમ્યાન થઈ છે.