પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ની રાહ આખરે પૂરી થઈ અને ફ્રાન્સની ટોચની ટીમે આખરે 110 ચેમ્પિયન્સ લીગ મેચ પછી ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. ફાઇનલમાં પહોંચવા માટે અન્ય કોઈ ક્લબને ઘણી મેચની રાહ જોવી પડી નથી. અગાઉનો રેકોર્ડ આર્સેનલનો હતો, જેણે 1971-2006 વચ્ચે 90 મેચ રમ્યા બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પીએસજી માટે એન્જલ ડી મારિયાએ એક ગોલ કર્યો જ્યારે બે ગોલ કરવામાં મદદ કરી હતી કારણ કે ટીમે મંગળવારે સેમિ ફાઇનલમાં લીપ્ઝિગને આરામથી  હરાવી ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. 


ડી મારિયાએ મેચ બાદ કહ્યું, 'અમે ખૂબ ખુશ છીએ. આ ક્લબ પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ્યું છે. અમે ક્લબ માટે ઇતિહાસ રચવા માંગતા હતા. અમે સફળ રહ્યા હતા અને અમે ફાઈનલમાં છીએ, તે ખૂબ મહત્વનું છે. આપણું સ્વપ્ન સાકાર કરવા માટે આપણે આજની જેમ રમવું પડશે. ફાઈનલમાં પીએસજીનો સામનો બેયર્ન મ્યુનિક અથવા ફ્રાન્સના ક્લબ લિયોન સાથે થશે. બુધવારે લિસ્બનમાં યોજાનારી બીજી સેમિફાઇનલમાં આ બંને ટીમો સામ-સામે હશે.