છોટાઉદેપુર : છોટાઉદેપુર શહેર અને તાલુકા ના નવ નિયુક્ત પ્રમુખ,મહામંત્રી,ઉપ પ્રમુખ,મંત્રી,તથા કોષાધ્યક્ષ જેવા કુલ ૩૨ જેટલા પદાધિકારીઓનું ઉપસ્થિત મહાનુભવો દ્વારા ખેસ પહેરાવી ને સૌનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પ્રમુખ જશું ભાઈ એ તેમના પ્રેરક પ્રવચન માં આવનારી તાલુકા જીલ્લા પંચાયત ની ચૂંટણી માં તાલુકા ના ૨૬ અને શહેર ના સાત મળી કુલ ૩૩ શક્તિ કેન્દ્રો માં તમામ હોદ્દેદારો અને કાર્યકરો એ એક જુટ થઇ છેવાડાના વ્યક્તિ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ ની થયેલી અમલવારી અને તેના મળેલા લાભો તથા લોકડાઉન થી અત્યાર સુધી ગરીબ વર્ગ ને મળેલ અનાજ અને તેમના ખાતા મળેલા રૂપિયા ,ખેડૂત લક્ષી યોજનાઓ અને તેના લાભો ની વિસ્તૃત જાણકારી આપી લોકો વચ્ચે જઈને સરકાર ની સિદ્ધિ જણાવી આવનારી યોજનાઓ ની જાણકારી આપી ભ.જ.પા. તાલુકા અને જીલ્લા માં સંપૂર્ણ બહુમતી થી ચૂંટી લાવી પ્રજા ના કાર્યો કરવા ની હાકલ કરી હતી.આ સાથે સાંસદ ગીતાબેન રાઠવા,માજી સાંસદ રમ્શીહ રાઠવા હાજર રહ્યા હતા.