વડોદરા,તા.૧૭  

કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહેલા વ્યાપાર ઉદ્યોગના સંગઠનના પાયારૂપ હોદ્દા પર રહેલા સેક્રેટરી જનરલ નિતેશ પટેલે એકાએક રાજીનામુ આપીને સૌને અચંબામાં મૂકી દીધા છે.તેઓના સ્થાને એફજીઆઈના નવા સેક્રેટરી જનરલ પદે પ્રેમલ દવેની નિયુક્તિ કરવામાં આવી છે.

એફજીઆઈના નવા સેક્રેટરી જનરલ પ્રેમલ દવે ચેન્નાઈની એસઆરએમ યુનિવર્સીટીમાંથી માર્કેટિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તેઓ સ્ટેકહોલ્ડર મેનેજમેન્ટ , ઓપરેશન મેનેજમેન્ટ, ડિઝાઇનિંગ એન્ડ કન્સેપ્ટ્યુલાઇઝિંગ ઇનિશ્યેટીવ, ગવર્નમેન્ટ લાયેઝન, કોર્પોરેટ એફેર્સ અને પોલિસી એડવોકેસી તરીકે ૧૫ થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. એફજીઆઈમાં જોડાતા પહેલા તેઓ સીઆઇઆઇના ગુજરાત ખાતેના વડા હતા.તેઓએ કેરાલામાં પણ આજ હોદ્દા પર સેવા આપી છે.ગુજરાતની ફ્‌લેગશિપ ઇવેન્ટ સમા વાઇબ્રન્ટ ગુજરાતમાં સીઆઈઆઈ નેશનલ પાર્ટનર હોવાથી મહત્વની ભૂમિકા નિભાવી છે.તેઓએ અનેક દેશોનો પ્રવાસ રાજ્ય સરકારના અને ઉદ્યોગોના પ્રતિનિધિમંડળ સાથે કર્યો છે.જેમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, નેધરલેન્ડ, યુએઈ, ઓમાન, ઉઝેબિકીસ્તાન, મલેશિયા,થાઈલેન્ડ વગેરે દેશોનો સમાવેશ થાય છે. વિદાય લેતા એફજીઆઈના સેક્રેટરી જનરલ નિતેશ પટેલ હવે એબીબીના વડોદરાના ત્રણ પ્રોજેક્ટના વહીવટી વડા બનશે.બીએ,એલએલબી,પી.જી.ડિપ્લોમા આઇઆરપીએમ,ઇન્ડિયન એરફોર્સનો મેનેજમેન્ટ કોર્ષ કરેલ નિતેશ પટેલે ભારતીય એરફોર્સમાં ૧૫ વર્ષ સુધી સેવાઓ આપી છે.ત્યારબાદ યુકે ખાતે વડુમથક ધરાવતી વડોદરાની કંપનીમાં અને સાત વર્ષથી એફજીઆઈના સેક્રેટરી જનરલ તરીકે સેવાઓ આપી છે.હવે તેઓ ૧૦૦થી વધુ દેશોમાં ૧૦૦થી વધુ વર્ષોથી પાવર અને ઓટોમેશન ક્ષેત્રે કાર્યરત એશિયા બ્રાઉન બ્રોવરી -એબીબી કંપનીમાં એડમિનિસ્ટ્રેશન હેડ તરીકે ફરજ બજાવશે.સ્વિટ્‌ઝર્લેન્ડના ઝ્યુરિચ ખાતે વાળું મથક ધરાવતી એબીબીની ૨૦૧૯માં ૨૭.૯૭૮ બિલિયન યુએસ ડોલરની આવક હતી.સમગ્ર વિશ્વમાં એના દોઢ લાખ જેટલા કર્મચારીઓ છે.વિશ્વના વિવિધ શેર બજારોમાં નોંધાયેલ આ કંપનીનું ભારત ખાતે ૯૦૮૭.૩૨ ટર્ન ઓવર છે.

આભાર - નિહારીકા રવિયા