આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલ એક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે. 

સામગ્રી :

૧ કપ પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા , હાથવગી સલાહને અનુલક્ષો ,૧/૪ કપ ઝીણા સમારેલા ફૂદીનાના પાન,૧/૨ કપ રવો ,૫ ટેબલસ્પૂન અડદની દાળનો લોટ ,૨ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં ,૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં ,૧ ટીસ્પૂન શેકીને ભૂક્કો કરેલું જીરું ,મીઠું , સ્વાદાનુસાર ,૧ ટીસ્પૂન તેલ ,૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ ,૧ ૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે 

પીરસવા માટે :

પૌષ્ટિક લીલી ચટણી

બનાવની રીત :

 એક બાઉલમાં ફ્રૂટ સોલ્ટ સિવાયની બધી સામગ્રી ભેગી કરી, ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. હવે તેની પર ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો. હવે તેમાં બીજું ૧/૨ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો. આગળથી વોફલ આઇરનને ખૂબ જ ગરમ કરી રાખો. ખીરામાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી નાંખો અને જ્યારે પરપોટા થાય ત્યારે હળવેથી હલાવી લો.  હવે આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.  હવે વોફલ આઇરન પર ૧/૪ ટીસ્પુન તેલ ચોપડી વોફલ આઇરનના બન્ને સાંચામાં મિશ્રણનો એક એક ભાગ રેડી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ૮ થી ૧૦ મિનિટ અથવા વોફલ કરકરૂ અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તેયાં સુધી શેકી લો.  હવે બાકીના ખીરામાંથી ૩ વોફલ બનાવી લો.  પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.