આણંદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આણંદ નગરપાલિ કા અને ગુજરાત શહેરી વિકાસ કંપની, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના સંયુકત ઉપક્રમે આણંદ નગરપાલિકાના બાકરોલ, લાંભવેલ અને એસટીપીએમ રૂ. ૧.૬૧ કરોડના ખર્ચે તૈયાર થનાર ત્રણ સોલાર ઊર્જા સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજે ગાંધીનગર ખાતેથી ઇ-ખાતમુર્હૂત કર્યું હતું. 

આ પ્રસંગે સીએમએ કહ્યું હતું કે, નગરોના રસ્તા, ગટર, લાઈટ, પાણીના કામમાં કોઈ કચાશ ન રહે. તેમ જ નાના મોટા શહેરો નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો આ સરકારે હાથ ધર્યા છે. રાજ્યના તમામ નગરો જી્‌ઁ-ઉ્‌ઁયુક્ત બને અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી નલ સે જલ સ્વરૂપે મળે, ઉપરાંત વપરાયેલા ગંદા પાણીનો પણ રિયૂઝ ઓફ ટ્રીટેડ વોટર તરીકે ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવાં કામોમાં થાય તે દિશામાં નગર સત્તામંડળો આગળ વધે.

તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે જારી કરેલી નવી ઐતિહાસિક સોલાર પોલિસીમાં સ્વાયત અને સ્થાનિક સ્તરે સૌર ઊર્જા વીજ વપરાશને વ્યાપક પ્રોત્સાહક જાેગવાઈઓ આપી છે. મ્યુનિસિપાલિટીઝ પોતાની સંપત્તિ ઉપર સૌરઉર્જા ઉત્પાદન કરે અને પોતાના વપરાશ બાદ વધેલી વીજળી વેચીને આવકના સ્ત્રોત ઊભાં કરે. ગુજરાત દેશને નવો વિકાસ રાહ બતાવશે અને પ્રાથમિક સુવિધા સાથે આધુનિક્તાના સમન્વયથી ગુજરાતના શહેરો સ્માર્ટ સિટીઝ બનશે, તેવી અપેક્ષા દર્શાવી હતી. આણંદના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી દ્વારા ઇ-ખાતમુર્હૂત કરાયા બાદ સાંસદ મિતેષભાઇ પટેલે ત્રણ સોલાર પ્લાન્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ સમયે જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઇ ચાવડા સહિત અગ્રણીઓ સાથે રહ્યાં હતા. સાંસદે આ પ્રસંગે કહ્યું હતું કે, તમામ સુખ-સુવિધાઓ અને વિકાસ માટે આણંદના જાગૃત નાગરિકોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આણંદ નગરના વિકાસ અને સુવિધાયુકત બનાવવા માટે નગરપાલિકા તંત્ર તેમજ નગરસેવકોએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાવી ત્રણ સોલાર પ્લાન્ટના પ્રોજેકટને સાકાર કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.