દિલ્હી-

ઓલ ઈન્ડીયા મહીલા કોંગ્રેસના અધ્યક્ષ અને આસામના સિલચરના પુર્વ સાંસદ સુષ્મિતા દેવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને સોનિયા ગાંધીને રાજીનામું મોકલાવી દીધું છે. આ ઘટના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટી પર કટાક્ષ કર્યો હતો કે પાર્ટી આંખો બંધ કરીને આગળ વધી રહી છે.

સુષ્મિતાએ રાજીનામુ આપીને પોતાના ટવીટર બાયોડેટા પણ બદલીને કોંગ્રેસની 'પુર્વ સભ્ય' કરી નાંખ્યું છે. સુષ્મિતા દેવના રાજીનામાના પગલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટી પર કટાક્ષ કર્યો હતો કે યુવા કોંગ્રેસ નેતાઓ કોંગ્રેસ છોડવા લાગ્યા છે. સુષ્મિતાએ કહ્યું છે કે તે લોકોની સેવા કરવાનો નવો અધ્યાય શરુ કરવા જઈ રહી છે. આ સાથે જ પૂર્વ સાંસદ સુષ્મિતા તૃણમુલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા હતાં. નોંધપાત્ર વાત એ છે કે સુસ્મિતા દેવ આસામના એક બંગાળી પરિવારની છે. બંગાળી સુષ્મિતા દેવના પિતા સ્વ.સંતોષ મોહન દેવ તિલપુરા પશ્ચિમ બેઠક ઉપરાંત પાંચ વખત સિલ્ચર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા છે. આવી સ્થિતિમાં, સુષ્મિતાએ કોંગ્રેસને અલવિદા કહેવાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે, જ્યારે સુષ્મિતા ટીએમસીમાં જોડાય તો ફાયદાકારક લાગે છે.