છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લો બોહળી આદિવાસી વસ્તી ધારાવતો જિલ્લો છે. જિલ્લામાં ૯૦ ટકા આદિવાસીઓ વસવાટ કરે છે. જિલ્લામાં રોજગારી અર્થે ખેતી સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોય જેથી પૂરક રોજગારી મેળવવા અર્થે અન્ય રાજ્યો તથા અન્ય જિલ્લાઓમાં મજૂરી અર્થે જવાનો વારો આવે છે. ભારતમાં ચાલી રહેલ કોવિડ-૧૯ કોરોના વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેથી કોરોનાના ડરને કારણે સમગ્ર રાજ્યમાં તથા પર રાજ્યમાં રોજગારી મેળવવા અર્થે ગયેલો તમામ આદિવાસી મજૂર વર્ગ માદરે વતન પરત આવી ગયો હતો.

પરંતુ હવે અનલોક થતા દેશના સમગ્ર રાજ્યોમાં કામ ધંધા શરૂ થઈ જતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ પરત પૂરક રોજગારી મેળવવા સારું મજૂરી અર્થે પ્રયાણ શરૂ કર્યું છે. બોહળી આદિવાસી વસ્તી ધરાવતો છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીનો પ્રશ્ન જટીલ છે. છોટાઉદેપુર પંથકમાં એક માત્ર ચાલતો ડોલોમાઈટ ઉદ્યોગ હાલ લોકડાઉન સમયથી મંદીના માહોલમાં સપડાયો છે. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પિયત અંગેની સગવડ ન હોય ચાલુ વર્ષે ખેતીમાં વરસાદના કારણે પણ ભારે નુકસાન થયું હોય છે. જિલ્લામાં પૂરક રોજગારી મળી રહે તો અન્ય જગ્યાએ જવાનો વારો આવે નહી.

ડોલોમાઈટ ઉદ્યોગમાં જાેડાયેલા હજારો શ્રમિકો અને કર્મચારીઓ હાલ બેકાર જાેવા મળી રહ્યા છે. મંદીના માહોલના કારણે જાેઈએ તેવા ડોલોમાઈટ પથ્થરના કારખાના પણ ચાલતા નથી. જેના કારણે પણ ઘણા અન્ય જગ્યાએ મજૂરી અર્થે જતા હોવા મળી રહ્યા છે.હાલ થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારો પત્ર પણ ભરાઈ ગયા છે. પરંતુ ઘણા મતદારો મજૂરી અર્થે જઇ રહ્યા છે જેના કારણે મતદાન ઓછું થઈ શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે.