લખનઉ-

દેશમાં કોરોનાનાં કારણે લોકોમાં ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. પહેલા કરવામા આવેલી બેદરકારીએ આજે એક એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છેે કે કોરોનાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. સ્થિતિ હાલમાં એવી બની છે કે લોકો ઓફિસનું કામ ઘરેથી કરવા લાગ્યા છે. ત્યારે હવે આ વચ્ચે યુપીની યોગી સરકારે એક મોટો ર્નિણય લીધો છે.

આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ સહિત દેશનાં અન્ય રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનાં વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની તમામ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ અને કચેરીઓમાં ૫૦ ટકા લોકોની હાજરીનો આદેશ આપ્યો છે. યોગી સરકારનાં આદેશ બાદ હવે ઓફિસમાં ફક્ત ૫૦ ટકા લોકો જ કામ કરી શકશે. જાે કે, તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે તે અંગે હજી ર્નિણય લેવામાં આવ્યો નથી. આ હુકમનાં અમલીકરણ માટે, આ નિયમ માટે રોટેશન અથવા અન્ય કોઈ વ્યવસ્થા હેઠળ લાગુ થશે. તે નક્કી કરવાનું બાકી છે. રાજધાની લખનઉ અને વારાણસી સહિત રાજ્યનાં અનેક જિલ્લાઓમાં કોરોનાનાં વધતા જતા કેસોને કારણે યોગી સરકારે આ ર્નિણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, યુપીમાં પણ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ગુરુવારનાં રોજ કોવિડ-૧૯ નાં સંક્રમણનાં કારણે ૩૯ વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૮,૪૯૦ નવા દર્દીઓમાં આ ચેપની પુષ્ટિ થઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યમાં વાયરસને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ૯,૦૦૩ થઈ ગઈ છે. યુપીનાં કેપિટલ લખનઉમાં સૌથી વધુ ૧૧ મોત થયા છે.