/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કોરોના કહેર: અહિંયા એક વ્યકિત 4 માસથી કોમામાં, નાના બાળકો રડી રહ્યા છે પપ્પા ક્યારે વાત કરશે

રાજકોટ-

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસિયાને એપ્રિલ માસમાં કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બીજા જ દિવસે વેન્ટિલેટર પર ખસેડવાની ફરજ પડી હતી. બાદમાં પ્રોફેસર કોમામાં ચાલ્યા ગયા હતા. પત્ની નમ્રતા પ્રેગ્નેટ હોવાથી પતિ કોમામાં હોવાની જાણ નહોતી કરાઈ. જાેકે લગ્નની વર્ષગાંઠ આવતાં પત્ની પતિ પાસે ગઈ. અહીં પતિને કોમામાં જાેતાં હૈયાફાટ રુદનનાં દ્દશ્યો સર્જાયાં હતાં. આ દરમિયાન તેમણે પુત્રને જન્મ આપ્યો, પરંતુ જન્મદાતા પિતાને નથી ખબર કે તેના ઘરે પુત્ર રમી રહ્યો છે. રાજકોટના એક પરિવારની આંખોમાં છેલ્લા ૪ મહિનાથી આંસુ છે અને રાંધેલા ધાન રોજ રઝળી રહ્યાં છે. છેલ્લા ૧૦૦ દિવસથી પરિવારમાં કોઈ ઊંઘી નથી શક્તું. આ વેદનાનું કારણ છે, ૪ મહિનાથી કોમામાં સરી પડેલા યુવાન પ્રોફેસર. કોરોના બાદ પ્રોફેસર કોમામાં જતા રહ્યા બાદ હજુ બહાર નથી આવ્યા. સુખ-શાંતિથી જીવતો પરિવાર આર્થિક રીતે પણ ભાંગી પડ્યો છે. માસૂમ દીકરી રોજ કહે છે, પપ્પા હવે તો તમે બોલો, આવી રમત ન કરો! આ સ્થિતિ જાેઈ આખો પરિવાર આંસુ નથી રોકી શક્તો.

૨ મહિના હોસ્પિટલમાં પોતાની તમામ મૂડી ખર્ચી, સગાં-સંબંધીઓની પણ મદદ લીધી. સારવાર માટે ઉધાર નાણાં લીધાં છતાં કોઈ સુધારો ન જણાતાં ૨ મહિનાથી ઘરે સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટ ઉપરાંત બેંગલુરુ, ચેન્નઈ તેમજ યુએસ સુધીના ડોક્ટરની સલાહ લેવાઈ છે. એમ છતાં આજે ૪ મહિના બાદ પણ એની એ જ સ્થિતિ છે. બીજી તરફ સ્થિતિ એવી થઈ છે કે બીજાને મદદ કરતો આ પરિવાર આજે આર્થિક સંકટમાં બીજા પાસે હાથ લંબાવતાં પણ અચકાઇ રહ્યો છે. પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે. એમાં હવે રાકેશ જ્યાં પ્રોફેસર તરીકે સેવા આપે છે એ સરકારી એવીપીટી કોલેજમાંથી અત્યારસુધી અડધો પગાર આવતો હતો, પરંતુ આ મહિનાથી પગાર બંધ થઈ રહ્યો છે. ત્યારે જાે કોઈ આર્થિક મદદ કરે અથવા ડોક્ટર આ સ્થિતિમાંથી બહાર લાવે તો પરિવારનો માળો વિખાતો બચી જાય તેમ છે. કોમામાં રહેલા પુત્રને માતા રોજ ઉઠાડે છે, પરંતુ ૪ મહિના થવા છતાં પુત્ર ઊઠતો નથી. માતા રોજ જમવા સમયે પુત્રને કહે છે, બેટા જમવા બેસી જા! ૪ વર્ષની દીકરી પિતાથી દૂર નથી જતી અને કહે છે, પપ્પા હવે નહીં બોલો તો હું ક્યારેય નહીં બોલાવું. ૩ મહિનાનો પુત્ર તેમના પેટ પર રમ્યા કરે છે. આ દૃશ્યો જાેઈ પરિવાર આખો રોજ રડી પડે છે. છેલ્લા ચાર મહિનાથી વઘાસિયા પરિવારના અન્ય સભ્યો માટે કુદરત જ હવે એક સહારો રહ્યો છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution