ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૫૦૦ ને પાર પહોંચ્યો હતો. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦૦૦થી નીચે જતી રહી હતી. જાે કે દિવાળીના તહેવારો બાદ અચાનક કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો હતો. જાે કે, ત્યાર બાદ અમદાવાદ સહીત ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ બાદ પરિસ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેવી રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આ દરમિયાનમાં આજે રાજ્યમાં કોરોના પોઝિટિવના નવા કેસો ૯૦૦થી નીચે આવી ગયા હતા., જેમાં આજે રાજ્યમાં નવા ૮૫૦ કેસો નોંધાયા હતા. જયારે આજે રાજ્યમાં કોરોનાથી વધુ ૭ દર્દીઓના મોત નીપજ્યા હતા. તો તેની સામે રાજ્યમાં ૯૨૦ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં આજે પણ કોરોનાના કેસોનો ગ્રાફ ૯૦૦ની નીચે રહ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં ૧૭૨, અમદાવાદ જિલ્લામાં ૬ કેસ, સુરત શહેરમાં ૧૨૬ તો સુરત જિલ્લામાં ૩૨ કેસ, વડોદરા શહેરમાં ૧૦૫ કેસોની સામે જિલ્લામાં ૩૦ કેસ, રાજકોટ શહેરમાં ૬૧ કેસોની સામે જિલ્લામાં ૩૧ કેસ નોંધાયા છે. જયારે ભાવનગર શહેરમાં ૧૯ કેસોની સામે જિલ્લામાં ચારમાં કેસ, જામનગર શહેરમાં ૧૫ કેસો તો જિલ્લામાં પાંચ કેસો, જૂનાગઢ શહેરમાં આઠ તો જિલ્લામાં સાત કેસો, કચ્છમાં ૨૬ કેસો તો મહેસાણામાં ૨૨ કેસો નોંધાયા હતા.