છોટાઉદેપુર

સંતોષભાઈ રાઠવા (ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન) જેઓ છોટાઉદેપુર લોકેશન પર છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવે છે. જેઓને દર્દીની શ્રેષ્ઠ સારવાર કરવા બદલ ૧૦૮ ઇમરજન્સી સેવિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રમોદભાઈ પરમાર ( ૧૦૮ પાઇલોટ)કે જેઓ ૧૦૮ બોડેલી લોકેશન પર છેલ્લા બાર વર્ષથી પાયલોટ તરીકે ફરજ બજાવે છે જેઓએ એમ્બ્યુલન્ ની શ્રેષ્ઠ સારસંભાળ રાખવા તથા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનને દર્દીની સારવારમાં મદદરૂપ થવા બદલ તથા એમ્બ્યુલન્સની શ્રેષ્ઠ કે એમ પી એલ આપવા બદલ ૧૦૮ ઈમરજન્સી સેવિયર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કૃષ્ણભાઈ વસાવા ( ખિલખિલાટ કેપ્ટન) કે જેઓ છેલ્લા ચાર વર્ષથી છોટાઉદેપુર ખિલખિાટ પર કેપ્ટન તરીકે ફરજ બજાવે છે. જેઓએ ખિલખિલાટ વાનની શ્રેષ્ઠ સારસંભાળ રાખવા બદલ તથા પ્રસૂતિ બાદ માતા તથા નવજાત શિશુને ઘર સુધી સહી-સલામત પહોંચાડવા બદલ ખિલખિલાટ એક્સિલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.