અમદાવાદ

યુકેમાં કોરોના સંક્રમણનો નવો ઘાતક સ્ટ્રેન જાેવા મળ્યો છે. એવામાં, યુ.કે.થી આવેલી પારડીની ૬૯ વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ આજરોજ પોઝિટીવ આવતા જ, જિલ્લા આરોગ્ય તંત્રએ વિદેશથી આવતા મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. જે મુજબ, તા.૨૧થી ૨૩ ડિસેમ્બર-૨૦ દરમ્યાન આવેલા મુસાફરો કે જેઓનો એરપોર્ટ પર આર.ટી.પી.સી.આર. ટેસ્ટ નેગેટીવ આવ્યો હોય તેમણે ઘરે ક્વોરેન્ટાઇન રહેવુ પડશે અને આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવવાનો રહેશે. આરોગ્યકર્મી દ્વારા તેઓનું દિવસમાં બે વાર મોનીટરીંગ કરાશે. જાે એ મુસાફર કોરોના પોઝિટીવ આવશે તો સરકારની ગાઇડલાઇન મુજબ આગળની કાર્યવાહી કરાશે.

જે મુસાફર તા. ૨૫ નવેમ્બરથી તા.૮ ડિસેમ્બર દરમ્યાન યુ.કે.થી આવ્યા હોય તેમણે પોતાના સ્વાસ્થ્યનું સેલ્ફ મોનીટરીંગ કરવાનું રહેશે. જે પૈકી કોઇને લક્ષણો દેખાય તો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનો રહેશે. જે તેમાં પોઝિટીવ આવશે તો જીનેટિક સિકવન્સિંગ કરવામાં આવશે. જે મુસાફરો તા. ૯ ડિસેમ્બરથી તા. ૨૩ ડિસેમ્બર દરમ્યાન આવેલ હોય તેમનું મોનીટરીંગ આરોગ્યકર્મી દ્વારા દિવસમાં ૨ વાર ક્વોરેન્ટાઇન પૂર્ણ થાય ત્યાં સુધી કરવાનું રહેશે.

મુસાફરે તેમનું પોતાનું સેલ્ફ મોનીટરીંગ કોવિડ-૧૯ના લક્ષણો જેવા કે, તાવ, કફ, શ્વાસ લેવામાં તકલીફ માટે યુ.કે.થી આવ્યાના ૨૮ દિવસ સુધી કરવાનું રહેશે. જાે લક્ષણો દેખાય તો તાત્કાલિક મ્હોં પર માસ્ક લગાવવું અને પોતે ઘરમાં આઉસોલેટ થઇ જવુ તેમજ નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરવાની રહેશે. યુ.કે.થી આવેલ અને પોઝિટીવ હોય તેવા દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઇન કર્યા બાદ સંપર્કમાં આવ્યાના ૫થી ૧૦ દિવસ દરમ્યાન આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનો રહેશે તેમ સી.ડી.એચ.ઓ., વલસાડ દ્વારા જણાવાયુ છે.