પોશીના : પોશીના ગ્રામપંચાયત ખાતે બુધવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ૧૮૦ વેપારીઓને કોવિડ ૧૯નો ટેસ્ટ કરી હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા.પોશીના ગ્રામપંચાયત દ્વારા વહેપારી મહામંડલ ના વહેપારીઓનો કોવિડ ૧૯નો ટેસ્ટ આરોગ્ય વિભાગ.દ્વારા ત્રણ આયુષ ડોકટરો તેમજ લેબ ટેકનીશયન, ફિમેલ વર્કર બહેનો, હેલ્થ વર્કર તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બુધવારના રોજ કોરોનાં ટેસ્ટ કેમ્પ ગ્રામપંચાયત ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ ૧૮૦ થી ૧૮૨ વહેપારીઓના રિપોર્ટ નેગેટીવ આવતા દરેકને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામા આવ્યા હતા. કોરોનાંની મહામારીમાં બુધવારના રોજ ગ્રામપંચાયત દ્વારા પ્રશસંનીય પગલું ભરવામાં આવતા લોકોમાં રાહત જોવા મળી હતી.