દિલ્હી-
એક તરફ કોરોના સામેનો વિશ્વનો જગં ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ આ વાઇરસના એક પછી એક નવા સ્વપ સામે આવતા જાય છે અને માનવજાત માટે ચિંતા પેદા કરતા જાય છે. કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં કહેર વરસાવ્યો છે. અત્યારસુધીમાં ૭ અલગ અલગ પ્રકારના કોરોનાવાયરસ સામે આવી ચૂકયા છે, પરંતુ હવે ૮મો કોરોનાવાયરસ પણ સામે આવી ચૂકયો છે. આ વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે, કેમ કે એ જાનવરોમાંથી ડાયરેકટ માનવીમાં ફેલાવાના પુરાવા મળ્યા છે. આ કોરોનાવાયરસ કૂતરાઓમાંથી માણસોને અને ખાસ કરીને બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. કૂતરામાંથી માણસોમાં ફેલાતો આ પ્રથમ કોરોનાવાયરસ છે.
વિજ્ઞાનીઓએ નવા કોરોનાવાયરસને ૨૦૧૮ નામ આપ્યું છે. મલેશિયામાં તેના ૮ દર્દી મળ્યા હતા, જેમાં ૭ બાળકો હતાં. એક બાળકને ન્યુમોનિયા થયો, પરંતુ એ પછીથી સ્વસ્થ થઈ ગયો હતો. તેને ૪–૬ દિવસમાં રજા આપી દેવાઈ હતી. મિરર યુકેના રિપોર્ટ અનુસાર, અત્યારે એ વાતની જાણકારી મળી નથી કે આ કોરોનાવાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.આ નવો કોરોનાવાયરસ મહામારીનું સ્વપ લઈ શકે કે કેમ એની તપાસ ચાલી રહી છે. આ વાયરસથી જાેકે જેટલા લોકો સંક્રમિત થયા છે એ તમામ સ્વસ્થ થઈ ચૂકયા છે અને એનાથી કોઈનું મોત થયું નથી. જાેકે ડોકટરોનું કહેવું છે કે આ વાયરસની દવા હજુ બની નથી, આથી મોટા પ્રમાણમાં જાે આ વાયરસ ફેલાય તો મુશ્કેલી વધી શકે છે. આ નવા કોરોનાવાયરસ ઝ્રર્ઝ્રવી-ૐેઁહ-૨૦૧૮ માટે સાવધાની રાખવી અત્યતં જરી હોવાની ચેતવણી વિજ્ઞાનીઓ આપી રહ્યા છે, કેમ કે કોઈપણ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી શકે છે. આમ, જાે આ નવા વાયરસમાં પણ મ્યૂટેશન થાય તો એ શકય છે કે ખતરનાક બની શકે, આથી એના સંક્રમણથી બચવા માટેના તમામ ઉપાયો અજમાવવા એ જ અત્યારે તો સાચી દવા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments