ગાંધીનગર,તા.૨

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત તરફ બીજી એક આફત આગળ વધી રહી હતી. હવે રાહતના સમાચાર છે કે નિસર્ગ નામનું સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. હવે આ વાવાઝોડું મહારાષ્ટÙના કાંઠા વિસ્તારમાં ટકરાશે. જાકે, તેની અસરને પગલે દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન ખાતાના ડાયરેકટર જયંત સરકારે મંગળવારે મીડિયાને આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં ડીપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હાલ તે સુરતથી ૬૭૦ કિલોમીટર દૂર છે. છ કલાક બાદ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. જે બાદમાં તે સિવિયર (વધારે ખતરનાક) વાવાઝોડું પણ બની શકે છે. જયંત સરકારના જણાવ્યા પ્રમાણે આવતી કાલે ત્રીજી જૂનના રોજ મહારાષ્ટÙના રાયગઢ જિલ્લાના હરીહરેશ્વર અને દમણ વચ્ચેથી આ વાવાઝોડું પસાર થશે. એટલે કે અલીગઢ નજીક આ વાવાઝોડું ટકરાશે. આ દરમિયાન તેની ઝડપ ૧૦૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. ગુજરાતમાં તેની કોઈ ખાસ અસર નહીં પડે પરંતુ તેની અન્ય અસરને પગલે દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારીમાં ૮૦થી ૯૦ કિલોમીટરને ઝડપે પવન ફૂંકાય તેવી શક્્યતા છે. સુરતમાં ૭૦ થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બાકીના જિલ્લાઓમાં ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની અસરને પગલે ત્રીજી જૂનના રોજ વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદ પડશે. ચોથી જૂનના રોજ પણ તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.