ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનએ ઉમેદવારી ફોર્મ ભર્યુ
20, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   2376   |  

પ્રથમ પ્રસ્તાવક PM Modi બન્યા

દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનએ આજે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. તેઓ ઉપ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને માટે સત્તાધારી એનડીએ તરફથી ઉમેદવાર છે. દરમિયાન પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા તથા ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના નેતાઓ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ મોદી તેમના પ્રથમ પ્રસ્તાવક બન્યા.

સીપી રાધાકૃષ્ણન ઉમેદવારી નોંધાવ્યા દરમિયાન એનડીએની એકજૂટતા જોવા મળી હતા. બીજેપી અને સહયોગી દળોના સાંસદોમાં લલનસિંહ, જીતન રામ માંઝી, પ્રફુલ પટેલ સહિત દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, એનડીએના ઉમેદવારની સામે ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે બી. સુદર્શન રેડ્ડીના નામની જાહેરાત કરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution