20, ઓગ્સ્ટ 2025
હૈદરાબાદ |
2178 |
અનકાપલ્લી જિલ્લામાં અલપ્રાઝોલન્ના નિર્માણની ફેક્ટરીનો પર્દાફાશ
ડીઆરઆઈએ આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લામાં અલપ્રાઝોલન્ના ડ્રગ્સ નિર્માણની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. અને ૨૩ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. ચોક્કસ માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને કાકીનાડા જિલ્લાના અધિકારીઓએ સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી. જે હેઠળ માસ્ટરમાઇન્ડ, ફાઇનાન્સર્સ, કેમિસ્ટો અને સંભવિત ખરીદનારાઓ સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઇના અધિકારીઓએ તૈયાર કરવામાં આવી રહેલું ૮૭ કીલો અલપ્રાઝોલમ, ૩૬૦૦ લિટર પ્રવાહી કાચો માલ, ૩૧૨ કીલો ધન પ્રીકર્સર, બે રિએક્ટર, એક સેન્ટ્રીફ્યુઝ, એક ડ્રાયર અને તેમજ કેટલાક વાંઘાજનક દસ્તાવેજો જપ્ત કર્યો હોંવાનું જાણવા મળે છે.