20, ઓગ્સ્ટ 2025
વડોદરા |
3366 |
લોખંડના ટેકા પણ બિન ઉપયોગી સાબિત થયાં?
વડોદરાના ઐતિહાસિક માંડવીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. માંડવીના પિલ્લર નો વધુ એક મોટો ભાગ ધરાશાયી થતાં માંડવી ખાતે ગમે તે સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વધુ કાંગરા ખરતા અટકાવવા માટે ઉભા કરાયેલા લોખંડના ટેકા પણ જાણે બિન ઉપયોગી સાબીત થયા છે.
વડોદરા કોર્પોરેશન શહેરના ઐતિહાસિક ચાર દરવાજા, માંડવી તેમજ ઐતિહાસિક ઈમારતોની જાળવણીમાં નિષ્ફળ રહ્યું છે. શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવીના પિલર્સના કાંગરા ખરવાની સાથે તિરાડો પડતાં વધુ નુકસાન થતું અટકાવવા માટે લોખંના ટેકા મૂકવામાં આવ્યા છે. પરંતુ તે પણ જાણે બિન ઉપયોગી સાબીત થયાં છે. ગત રાત્રે પિલરના વધુ કાંગરા ખરતા તેમજ ઠેર ઠેર મોટી તિરાડો અને મોટા ગાબડા પડ્યાં હતા. માંડવીના અસ્તિત્વ માટે વિઠ્ઠલ મંદિરના મહંત છેલ્લા 129 દિવસથી તપસ્યા કરી રહ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. પાલિકા તંત્રના દાવા પોકળ પુરવાર થઈ રહ્યાં છે.