20, ઓગ્સ્ટ 2025
કાબુલ |
2178 |
બસ પહેલા બાઈક સાથે અને પછી ઈંધણ ભરેલા ટ્રક સાથે ટકરાઈ
અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત હેરાતમાં બુધવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 17 બાળકો સહિત 71 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળે છે. એક બસ, ટ્રક અને બાઈક સાથે ટક્કર બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી અને ક્ષણોમાંજ બસ અગનગોળો બની ગઇ હતી.
આ મામલે પ્રાદેશિક સરકારના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે હેરાતમાં બસ, ટ્રક અને બાઈક વચ્ચે આ ટક્કર થઇ હતી. જોકે, મળતી વિગતો મુજબ આ બસમાં ઈરાનમાંથી કાઢી મૂકાયેલા અફઘાની નાગરિકો સવાર હતા જે ઈસ્લામ કલા બોર્ડર ક્રોસ કરી કાબુલ તરફ જઇ રહ્યા હતા. આ ભીષણ અકસ્માતનું કારણ જણાવતા મુત્તાકીએ કહ્યું કે આ દુર્ઘટના હેરાત શહેરના બાહ્વ વિસ્તાર ગુજારા જિલ્લામાં બસની વધારે પડતી સ્પીડ અને અને બેદરકારીને કારણે થયું હતું. બસ પહેલા બાઈક સાથે અને પછી ઈંધણ ભરેલા ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ જ લોકોનો જીવ બચ્યો હતો. જોકે અકસ્માતમાં ટ્રક અને બાઈકચાલક ચાર લોકોના પણ મૃત્યું થયા છે.