20, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
2772 |
બીઈએસ઼ટી ક્રેકિટ સોસા.ની ચૂંટણીમાં કારમો પરાજય
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં રાજ ઠાકરે એકજૂટ થવા છતાં ઠાકરે બંધુઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બીઈએસટી ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં શિવસેના (UBT) તથા એમએનએસ ગઠબંધનનો કારમો પરાજય થયો છે. 21 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં આ ગઠબંધન એક પણ બેઠક જીતી શક્યુ નહીં.
બીઈએસટી વર્કર્સ યુનિયન (શશાંક રાવ પેનલે) 14 બેઠક જીતી છે. ભાજપ સમર્થિત પેનલે સાત બેઠક પર વિજય મેળવ્યો છે. શિવસેના (યુબીટી) અને મનસે ગઠબંધન ખાતુ પણ ખોલાવી શક્યુ નથી. ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે ઠાકરે બંધુઓ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, બે શૂન્યોનો ગુણાકાર હંમેશા શૂન્ય જ થાય છે. આ એક સરળ ગણિત છે. શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે સ્થાનિક ચૂંટણીનો હવાલો આપતાં આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. આ ચૂંટણી ઉલ્લેખનિય હતી. કારણકે, ઉદ્ધવ ઠાકરે જૂથ અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના પક્ષે પહેલી વાર એકજૂટ થઈ ચૂંટણી લડી હતી. તેમ છતાં તેઓ એક પણ બેઠક પર વિજય મેળવવા નિષ્ફળ રહ્યા.