દિલ્હીમાં ફરી સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, 50 થી વધુ સ્કૂલોને ધમકીથી ફફડાટ, તંત્ર દોડતું થયું
20, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   2772   |  

શાળા સંચાલકો, વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ

રાજધાની દિલ્હી સહિત સ્થળે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે બુધવારે સવારે, દિલ્હીની 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડી ધમકીના ઈ-મેઇલ મળતાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે મળેલા ઈ-મેઇલથી શાળા સંચાલકો, વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

પ્રાપ્ત વિગતો મુજબ, સવારના સમયે નજફગઢ, માલવિયા નગરમાં SKV હૌજ રાની અને કરોલ બાગમાં પ્રસાદ નગરમાં આંધ્ર સ્કૂલમાં ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા. આ અંગેની જાણ થતાંજ સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ તુરંત સક્રિય થઈ ગઈ અને શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. દિલ્હીની 50 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.

નોંધનીય છે કે, દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો આ પહેલો કિસ્સો નથી. તાજેતરના મહિનાઓમાં અનેક શાળાઓને આવા ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા,


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution