રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસીઓમાં વધુ આકર્ષક જમાવવાહવે કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા ૨ આકર્ષણો મગર અને ઘડિયાલ પાર્ક આવનારા દિવસોમાં આકાર પામશે. ૯૮-૯૮ લાખના ખર્ચે કેવડિયા જંગલ સફારી પાર્કમાં મગર અને ઘડિયાલ પાર્ક બનાવવા માટે તંત્રએ ટેન્ડર ઈશ્યુ કર્યા છે.હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા જંગલ સફારી પાર્કમાં ૧૦૦૦ કરતા વધુ દેશ વિદેશના પ્રાણીઓ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહ્યા છે ત્યારે હવે મગર અને ઘડિયાલ વધુ આકર્ષણ જમાવશે.જંગલ સફારી પાર્કમાં ટૂંક સમયમાં એક મગર અને ઘડિયાલની ૫,૫૦૦-૫,૫૦૦ ચોરસ મીટરની ૯૮-૯૮ લાખના ખર્ચે ઘેરી આકાર પામશે.સાથે જ વધારાના બીજા ૩૦૦૦ ચોરસ મીટરના વાડામાં ફેલાયેલા બચાવેલ મગરોના પુનર્વસન કેન્દ્રનો પણ સમાવેશ કરવામાં આવશે, જે લોકો માટે પ્રદર્શિત થશે. જાે કે હજી સુધી ર્નિણય લેવાયો નથી કે પ્રાણી સંગ્રહાલયમાં પ્રદર્શિત મગરના વાડામાં મગરો નર્મદા નદીમાંથી હશે કે તેઓને બીજે ક્યાંયથી “એક્સચેન્જ” પ્રોગ્રામના ભાગરૂપે લાવવામાં આવશે કે કેમ.મગર અને ઘડિયાલ પાર્કમાં મગરની હોલ્ડિંગ પેન સાથે રેતીના ફ્લોર અને પફ પેનલની છત તેમજ એન્ટિ-સ્કિડ ફ્લોરવાળા કીપરની ગેલેરી શામેલ છે.જેને દિલ્હી સ્થિત આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.કુદરતી વાતાવરણને ફરીથી બનાવવા માટે દરેક મગરના ઘેરાની અંદર રકાબી આકારની પાણીની રચના કરવાશે. ક્રોકોડાઈલ પાર્ક બાંધવા માટે એજન્સીઓને આમંત્રણ આપવાની પ્રક્રિયા ચાલુ છે.