વડોદરા-

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની દુષિત પાણીની સમસ્યાને ઉકેલવામાં ધરાર નિષ્ફળ નીવડેલ પાલિકાના નપાણીયા સાબિત થયેલા શાસકોના નેતાઓની છાતી બેસ્ટ વોટર મેનેજમેન્ટ શ્રેણીમાં પ્રથમ ક્રમાંક મળતા ગદગદ ફૂલી જવા પામી છે. શહેરની ચારે તરફ અને એમાંય ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં રોજે રોજ લીકેજ અને ભંગાણની ઘટનાઓ બનવા છતાં ધરાર નિષ્ફળ નીવડેલ સ્કાડાના અને સીસીસીના આધારે આ એવોર્ડ પ્રાપ્ત થતા શહેરના બુધ્ધજીવીઓને આશ્ચર્ય થયું છે. શહેરના કોઈને કોઈ વિસ્તારમાં રોજે રોજ દુષિત પાણી આવવાની બુમરાણ મચી હોય કે પછીથી વાલ્વ લીકેજની ઘટના બની હોય કે પછીથી ડ્રેનેજની લાઈનમાં ભંગાણને લઈને પીવાનું શુદ્ધ પાણી ડ્રેનેજ મિશ્રિત પ્રજાના ઘર સુધી પહોંચે છે. જે બાબતે ફરિયાદ કરનાર પ્રજાની સાચી વાત સામે આંખ આડા કાન કરનાર તંત્ર અને શાસકો માટે આ એવોર્ડ એ ગર્વ લેવાને બદલે શરમજનક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાલિકાને વર્ષ ૨૦૦૬થી આ વોટર ડાયજેસ્ટ વોટર એવોર્ડ એડવાન્સ વોટર ડીજેસ્ટ દ્વારા એનાયત થયો છે. આમ લાખો નાગરિકોને “કાળા પાણી”ની સજા આપનાર પાલિકાને “શ્રેષ્ઠ વોટર મેનેજમેન્ટ”નો એવોર્ડ મળતા એ એવોર્ડ શંકાના ઘેરાવામાં આવી ગયો છે. સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ એવોર્ડ યુનેસ્કો, તેરી, વોશ ઇન્સ્ટિટ્યૂટ,નીરી તથા અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાના સભ્યોની નિર્ણાયક પેનલ દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે. આ એવોર્ડને લાખો ભારતીયોએ જોયા પછીથી જેઓ વડોદરાની પાણીની સમસ્યાને નજીકથી જોઈ છે કે પછીથી અનુભવી છે તેઓએ આ એવોર્ડ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યાનું ચર્ચાય છે.

આ એવોર્ડને યુનેસ્કો, મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફેયર્સ, અટલ મિશન ફોર રેજ્યુંવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન(અમૃત) દ્વારા સપોર્ટ કરાયો છે. તેમજ દિલ્હી જળ બોર્ડ,અને અન્ય આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ સંકળાયેલ છે. વડોદરા પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના સ્તોત્રથી પાણીના વિતરણ મથકો સુધી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાને માટે પાણીના સંપૂર્ણ નેટવર્કનું મોનીટરીંગ સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૯સીસીસી) ખાતેથી કરવામાં આવે છે. જેના થાકી પાણીના જથરથાની વિગતો, લીકેજ સબંધિત એલર્ટ, એલાર્મ, પાણીની ગુણવત્તાની ચકાસણી, પાણીંના લેવલનું પૃથ્થકરણ, તથા તમામ સ્થળે એક સરખું પાણીનું વિતરણ તમામ પાણીના વિતરણ મથકોથી કરવામાં આવે એના માટેની તમામ પ્રણાલી સુદ્રઢ કરવાને માટે કાર્યરત કરાયેલ ધરાર નિષ્ફળ નીવડેલ સ્કાડા યોજના પણ આ એવોર્ડને લઈને શંકાના દાયરામાં આવી ગઈ છે. જેના આધારે પાલિકાને આ એવોર્ડમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. આ એવોર્ડ મળતા રવિ પણ ચર્ચા ચાલી છે કે વાઘનું ચામડું ઓઢીને દોડતું ગધેડું હોંચી હોંચી બોલ્યા વગર રહે નહિ. એમ આ જુઠ્ઠાણાનો ફુગ્ગો ઝડપથી ફૂટી જશે એવી ચર્ચાઓ ચાલી છે.