નસવાડી,તા.૨૦

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારના દસ ગામને જાેડતો સાકળ (પી)થી આમતાનો છે. જે કાચો રોડ આઝાદીના સાત દાયકા બાદ નવીન મંજુર થયો. પરંતુ જંગલ જમીનના પ્રશ્નને લઈ આ રોડ બન્યો ન હોઇ આખરે આજુબાજુના ગામડાના લોકોએ તંત્રને જગાડવા ડુંગર ઉપર ઢોલ વગાડ્યા હતા. ત્યારબાદ આ કાચો રસ્તો પાકો બનાવવાની શરૂઆત થઈ. અંદાજિત રૂા. ૨.૭૬ કરોડનું આ રોડનું ટેન્ડર હોતું. રોડમા આવતા સ્ટ્રક્ચરનુ કામ થયા બાદ રોડ ઉપર મેટલ અને ડસ્ટની કામગીરી કરાઈ જેમા મેટલ ઉપર ડસ્ટ નાખ્યા બાદ તેને પાણી છાટી રોલીગ કરી દબાવામાં આવે છે. જે કામગીરી ઉપટ જાપટ કરાઈ હોય. હાલ ૨ કિમીના રોડમા મેટલ રોડ ઉપર દેખાઈ રહ્યા છે. પૂરતું વ્યવસ્થિત રોલીંગ, વોટરીંગ કરાયું નથી. હાલ બાઈક સવારો હેરાન છે.

નસવાડી પંચાયત આર એન્ડ બીના અધિકારીઓ સાઈટ પર પૂરતી દેખરેખ રાખી શકતા ન હોઇ આઝાદીના વર્ષો બાદ ડુંગર વિસ્તારના જીવ સમાન રોડની કામગીરી પર ગુણવતાને લઈ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. હવે ડામર ઉપર કરવાની કામગીરીની તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે મેટલ રોડ ઉપરથી ઉખડી ગયા હોઇ ડામર ચોંટશે કઈ રીતે? નો ગ્રામજનો પ્રશ્ન કરી રહ્યા છે. વર્ષો પછી રોડ બને છે મેટલ ઉખડી ગયા છેમેટલ, ડસ્ટ પર પાણી અને રોલીંગનુ વ્યવસ્થિત કામ હોય તો આવું થાય જ ના આ તો મેટલ ઉપર ડસ્ટના ઢગલા કરાયા તો ડસ્ટ ઉપર ફીટ કઈ રીતે થાય. પાણીથી કચકચ કરવું પડે.