/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કવાંટના હાટ બજારમાં ખરીદી માટે ભીડ ઉમટી

છોટાઉદેપુર, કવાંટ માં આજરોજ હાટ માં દેવ દિવાળી નિમિતે હાટ બજાર માં ખરીદી અર્થે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.કવાંટ માં દર સોમવારે હાટ બજાર ભરાતો હોય છે આ હાટ બજારમાં કવાંટ તાલુકા સહિત મધ્ય પ્રદેશ થી પણ લોકો ખરીદી અર્થે પોતાની જીવન જરૂરિયાત ની વસ્તુઓ ખરીદી કરવા માટે આવે છે.

કવાંટ તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો આદિવાસી સમાજ હોય જેને કારણે દેવ દિવાળી નું ખુબ મોટું મહત્વ છે અને આ વિસ્તારમાં દેવ દિવાળી છેક હોળી સુધી ચાલતી હોય છે એનું પાછળ નું કારણ એ હોય છે કે ગામમાં કોઈ બીમાર ન હોય તેમજ ગામ માં કોઈ નું મૃત્યુ ન થયું હોય અને આખું ગામ આનંદિત તેમજ સુખી હોય ત્યારે જ ગામ ના લોકો દેવ દિવાળી ઉજવાતા હોય છે. બજારોમાં કટલરી ની દુકાનો, કાપડ ની દુકાનો, બુટ, ચપ્પલ તેમજ ગરમ મસાલા ની દુકાનમાં ભીડ જોવા મળી હતી.પંથકના લોકો દ્વારા ધૂમ ખરીદી કરાઇ હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution