ડભોઇ, ડભોઇ મહુડીભાગોળ બહાર નવીનગરી ના ખુલ્લા મેદાન માં ૨૨૦૦ જેટલી ઘાસ ની ગાંસડીઓ માં એકાએક આગ લાગતાં રૂ.૮૦૦૦૦ નું નુકશાન ખેડૂત ને થવા પામ્યું છે ડભોઇ નગર પાલીકા ફાયર સ્ટેશન જાણ કરતાં ફાયર ટિમ દ્વારા આગ ને ૬ કલાક ની ભારે જહેમતે કાબૂ માં લવામા આવી હતી.ડભોઇ મહુડીભાગોળ બહાર નવીનગરી વિસ્તારમાં ખુલ્લા મેદાન પાસે ૨૨૦૦ જેટલી ઘાસ ની ગાંસડી ઓ માં એકા એક આગ લાગી હતી આગ અગમ્ય કારણો સર લાગી હોય આશરે ૮૦૦૦૦ ઉપરાંત નું ખેડૂત ને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આગની લપેટમાં ઘાસ ની ગાંસડી બળીને ખાખ થઈ ગઈ હતી. આગના બનાવની જાણ થતાં નગરપાલિકાના સદસ્ય નૂર મોહમ્મદ મહુળાવાળા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તેમજ ખેડૂત સાજીદ ભાઈ વાડીવાળા સહિત અનેક લોકો આગને કાબૂમાં મેળવવામાં નગરપાલિકાને જાણ કરી તાત્કાલિક મદદરૂપ થયા હતા. આગને કારણે આજુબાજુ રહેતા ઝુપડપટ્ટી ના રહીશો માં આગના બનાવને લઇ ચિંતાતુર બની ગયા હતા. ડભોઇ મહુડી ભાગોળ ખાતે રહેતા મોહસીન ભાઈ જમાલભાઈ સોડાવાળા વસઇ ગામની સીમમાં ખેતી કરતા ખેડૂત ને મંદીના કારણે ભાવ નહીં મળતા પોતાના ખેતરમાં રવિ પાક ની ખેતી કરવાની હોય જેથી ડાંગરના પરાડ ની ગાંસડી ઓ ડભોઇ નવીનગરી ખાતે સબંધી ની જગ્યા માં મૂકી હતી જ્યારે આ બનાવ ની જાણ ડભોઇ નગર પાલીકા ફાયર સ્ટેશન કરતાં બનાવની જગ્યાએ ડભોઇ નગરપાલિકાનું ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગને કાબુમાં લાવવા સતત છ કલાક ઉપરાંત મહેનત કરી આગ કાબૂમાં લાવમાં આવી હતી.