વડોદરા, તા.૬

સિરિયલ એલર્ટના પગલે મધ્ય ગુજરાત અને વડોદરા શહેર જિલ્લામાં પોલીસ અને વહીવટીતંત્ર સાબદું થયું છે. પોલીસે શહેર-જિલ્લામાં સઘન પેટ્રાલિંગ હાથ ધર્યું છે. જ્યારે શહેર અને જિલ્લાને પાણી પૂરું પાડતા સરોવરો, તળાવો, જળ વિતરણ મથકો ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાએ પણ એલર્ટના પગલે ૯ ટીમોની રચના કરી છે. જિલ્લા પોલીસે પણ જાહેર સાહસો, પાણી પુરવઠા વિભાગ, એમજીવીસીએલ સહિત વિવિધ સરકારી વિભાગોને તકેદારી રાખવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. 

ગુજરાત-મહારાષ્ટ્રની ધરતીને રક્તરંજિત કરવા આતંકવાદીઓએ ઘડેલા કાવતરાની જાણ ગુપ્તચર એજન્સીઓને થતાં એક ઉપર એક એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. લશ્કરે એ તોયબા અને જૈસ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ડોન દાઉન ઈબ્રાહિમ સાથે હાથ મિલાવતાં એક મહિલા અગાઉ ભારતમાં અને ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રમાં મોટો આતંકવાદી હુમલો જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ થાય એવી ઘટનાને અંજામ આપવાનું નક્કી કરાયું હતું. 

આતંકી હુમલાઓ અંગેના એલર્ટને લઈને શહેરના રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ તથા એરપોર્ટ ઉપર સુરક્ષા વધારી દેવાઈ છે. જ્યારે શહેરમાં પ્રવેશતાં અને બહાર નીકળતાં રસ્તાઓ ઉપર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જાહેર જગ્યાઓ તથા ભીડભાડવાળા વિસ્તારોમાં કોઈ ઘટના ન થાય એ માટે પોલીસ અને એસઆરપીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર તાત્કાલિક ધોરણે શહેરની તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસો ઉપર પોલીસની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું છે. શહેરની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતા હાઈવે ઉપર પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી પસાર થનારા વાહનો ઉપર બાજનજર રાખવામાં આવી રહી છે. 

આઈબીએ આપેલા ઈનપુટના આધારે ટેકનિકલ સર્વેલન્સ જેમાં મોબાઈલ કોલ્સ ઉપર પણ ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ કે જમ્મુ-કાશ્મીરમાં થનારા ફોન-કોલ્સની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. સિરિયલ એલર્ટના પગલે શંકાસ્પદ હિલચાલ કે વિસ્તારમાં બહારથી નવા આવેલાઓની તપાસ થઈ રહી છે. જ્યારે અસામાજિક ત¥વો ભૂતકાળમાં કટ્ટર ધાર્મિક સંગઠનો સાથે જાડાયેલાઓની એક આખી યાદી તૈયાર કરાઈ છે. આ ઉપરાંત સ્લીપર સેલ કે જે લોજિÂસ્ટક મદદ પૂરી પાડી શકે એમ છે એવા ત¥વોની દરેક હિલચાલ ઉપર નજર રાખવામાં આવતી હોવાનું પોલીસસૂત્રોએ ઉમેર્યું છે. સૂચના મળતાં જ પાલિકા વિભાગ પણ સતર્ક બન્યું છે અને શહેરની આસપાસ આવેલ સરોવરો, તળાવો અને કેનાલો ઉપર સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

જિલ્લા પોલીસ દ્વારા ખાતાકીય ઈન્કવાયરી થશે 

જિલ્લા પોલીસના એલર્ટ અંગેની વિગતો અધિકારીના નામજાગ જાહેર થઈ જતાં ખાતાકીય ઈન્કવાયરી શરૂ કરવામાં આવશે. એલર્ટ અંગેની વિગતો અત્યંત ખાનગી રાખવાની હોય છે. કોઈપણ અધિકારી આ અંગે ઓન રેકોર્ડ બોલવા તૈયાર થતા નથી ત્યારે આજે અખબારમાં નામ સાથે વિગતો આવતાં જ જિલ્લા પોલીસતંત્ર ચોંકી ઊઠયું છે. અગાઉ ખાનગી માહિતી લીક કરવાના આરોપસર પોલીસ વિભાવે કડક પગલાં લઈ સસ્પેન્શનના નિર્ણયો લીધા હતા, ત્યારે આ મામલે પણ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે એમ પોલીસસૂત્રોએ જણાવ્યું છે. 

પાલિકાએ સુરક્ષા વધારી 

વડોદરા શહેરને પાણી પૂરું પાડતા જળ વિતરણ મથકો ઉપર સુરક્ષા વધારી દેવાઈ છે. આ માટે પાલિકા દ્વારા ૯ ટીમોની રચના કરવામાં આવી છે જે અલગ અલગ રૂટ ઉપર નજર રાખશે. ફાજલપુર, રાયકા-દોડકા, પોઈચા, આજવા, નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રતાપપુરા ફિડરલાઈન સહિત ઈન્ટેક વેલપંપની સુરક્ષા દરેક શિફટમાં થશે. શહેરની તમામ પાણીની ટાંકી, સંપ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ટીમો જુદા જુદા તમામ રૂટ ઉપર દિવસ-રાત દેખરેખ રાખશે.