ગાંધીનગર-

ગુજરાતના ૬૫ હજારથી વધુ શિક્ષકોના ગ્રેડ-પેના વિવાદના મામલે શિક્ષણમંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ત્રણ બેઠકો યોજવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ આ વિવાદનો કોઇ ઉકેલ આવી શક્્યો નથી. સતત ત્રણ બેઠક પછી પણ મામલો ગૂંચવાયેલો રહેતા હવે શિક્ષકોએ આંદોલનની ચીમકી આપી હતી. તો બીજી તરફ શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ અને શિક્ષક સંઘ વચ્ચે સમાધાનની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે.

રાજ્યના શિક્ષણ સંઘ અને શિક્ષણમંત્રી વચ્ચે ૪૨૦૦ ગ્રેડ-પેને લઇને મહત્વની બેઠક મફ્રી હતી. જેમાં શિક્ષણ સંઘના આગેવાનોએ હાજરી આપી હતી. બેઠકમાં શિક્ષકોને ગ્રેડ-પે મુદ્દે ટેક્નિકલ અને નોન ટેક્નિકલ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગ્રેડ-પેને લઇને હકારાત્મક વલણ દાખવી, ત્રણ વિભાગો નિરાકરણ લાવી આપે એટલે નિર્ણય કરવાની ખાતરી આપી હતી. ટૂંકમાં શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ અને શિક્ષક સંઘ આમ ત્રણેય વિભાગની એક સંકલન બેઠક મફ્રશે, જેમાં ટેક્નિકલ અને નોન ટેક્નિકલ બાબતો પર પરામર્શ કરીને નિર્ણય કરવામાં આવશે.