દિલ્હી-

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને  વીડિયો કોન્ફરન્સથી 9 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓની સાથે બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે મહામારીના પ્રકોપનો સામનો કરી રહેલા વિસ્તારોની ચર્ચા કરવાની સાશે બ્લેક ફંગસ(મ્યુકોર માઈકોસિસ) તેમજ મ્યૂટેન્ટ થનારા કોરોના વાયરસના કારણે બાળકો પર જોખમ હોવાની ભીતિ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આરોગ્ય મંત્રીએ તેનાથી બચાવ માટે એક્સપર્ટની સાથે થઈ રહેલી વાતચીત અને સારવારન માટે લેવામાં આવી રહેલા પગલા અંગે પણ જણાવ્યુ હતુ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બેઠક દરમિયાન રાજ્યોને ટેસ્ટીંગની ગતિ વધારવા પણ કહ્યુ હતુ. તેની સાથે કોવિડ-19ની સાંપ્રત સ્થિતિ તેમજ વેક્સિનેશન મુદ્દે પણ ચર્ચા કરી હતી. બેઠકમાં છત્તીસગઢ, હિમાચલ, ગોવા, આંદામાન-નિકોબાર, ચંદીગઢ, લદ્દાખ, પુંડુચેરી, લક્ષ્‍યદ્વીપ, દાદરા-નાગર હવેલીના આરોગ્ય મંત્રી સામેલ થયા હતા. કેન્દ્રીય મંત્રીએ 9 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચેપગ્રસ્તોની સંખ્યા તેમજ વેક્સિનેશન સહિત રેમડેસિવિર ઈન્જેક્શન અંગેનું વિવરણ આપ્યુ હતુ. ડો. હર્ષવધને દેશમાં કોવિડ મહામારીની સાથે બ્લેક ફંગસના વધતા જતા કેસો અંગે પણ ચિંતા વ્યકત કરી હતી. તેની સાથે તેમણે જણાવ્યુ કે દેશમાં બ્લેક ફંગસ પર કાબુ કરવા સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓનું ઉત્પાદન વધારી રહ્યા છે.