વડોદરા : ગોત્રી પોલીસ મથકે નોંધાયેલા હાઈપ્રોફાઈલ રેપકેસમાં આરોપી અશોક જૈન દ્વારા ફરિયાદ ખોટી હોવાનું જણાવી ઉચ્ચ અધિકારી મારફતે સાચી અને યોગ્ય તપાસની માગ ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી અને પોલીસ કમિશનરને લેખિતમાં જાણ કરી નાર્કો અને પોલિગ્રાફીક ટેસ્ટ આપવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ ગોત્રી પોલીસે દુષ્કર્મના મામલાની તપાસ આગળ વધારી પુરાવા એકત્ર કરવાનું શરૂ કરી ભૂગર્ભમાં ઊતરી ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અનેક ભેદભરમવાળી આ ફરિયાદમાં ગોત્રી પોલીસે ગઈકાલે ઘટનાસ્થળે જઈ કરેલા પંચક્યાસ બાદ એકત્ર કરેલા નમૂનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ માટે એફએસએલ ખાતે મોકલી આપી આરોપીઓના સંભવિત સ્થાનો ઉપર તપાસ હાથ ધરી હતી. ત્યારે દુષ્કર્મના મામલાના મુખ્ય આરોપી સી.એ. અશોક આસકરણ જૈન દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં ફરિયાદ ખોટી હોવા ઉપરાંત બીજા આરોપી પાવાગઢના ટ્રસ્ટી રાજુભાઈ ભટ્ટને ઓળખતો પણ નહીં હોવા ઉપરાંત ભોગ બનેલી યુવતીના મોટા બૂટલેગર અલ્પેશ વાધવાણી ઉર્ફે અલ્પુ સિંધીના કહેવાથી યુવતીએ બ્લેક મેઈલિંગના ઈરાદે આ ફરિયાદ ઉપજાવી કાઢી હોવાનો ઈશારો વ્યક્ત કરી અભ્યાસ કરતી યુવતીના એક જ વર્ષમાં ૫૦ લાખ જેટલી મોટી રકમના વ્યવહારો બેન્ક ખાતામાં થયા હોવાનું પણ આરોપીઓએ પોતાની લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.

જ્યારે ફલેટ ભાડે અપાવ્યા અંગેની સ્પષ્ટતા કરતાં લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ફલેટના માલિક પણ જૈન જ્ઞાતિના હોવાથી ઓફિસમાં કામ કરતી આ યુવતીએ ભાડું ઓછું કરવા માટે વિનંતી કરતાં રાહીલ રાજેશ જૈનને ફોન કર્યો હતો. ભોગ બનેલી યુવતી સાથે તેનો મિત્ર અમન યાદવ પણ રહેતો હતો અને ભાઈ આસુ પણ રહેતો હતો. ભાઈ આસુ ના હોય ત્યારે એની ગેરહાજરીમાં તેનો બોયફ્રેન્ડ અલ્પેશ વાધવાણી ઉર્ફે અલ્પુ સિંધી સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે એમ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.

ઓગસ્ટ, ૨૦૨૧માં ફરિયાદી અમારી ઓફિસમાં આવી હતી. ગત વર્ષનું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું બાકી છે. કોઈ મિલકત તેના મિત્ર અલ્પેશ વાધવાણી સાથે મળી એક મોટું કામ થવા જઈ રહ્યું હોવાથી ૧૫ કરોડ આવવાના છે અને તાત્કાલિક રિટર્ન ફાઈલ કરવી પડે તેમ હોવાનું જણાવી બાદમાં તા.૧૪-૯-૨૧ના રોજ અમારી ઓફિસે આવેલી જેમાં એચડીએફસી અને એક્સિસ બેન્કના ખાતાઓ મળી પ૦ લાખ જેટલા આર્થિક વ્યવહારો બંને ખાતામાં એક જ વર્ષમાં થયા હતા જેમાં ધર્મેશ પંચાલ નામની એક જ વ્યક્તિએ ૧૩ લાખ રૂપિયા જેટલી રકમ ખાતાઓમાં જમા કરાવી હતી. ત્યારે પારુલ યુનિવર્સિટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના બેન્ક ખાતાઓમાં પ૦ લાખના વ્યવહારો જાેતાં કોઈ ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિ થતી હોવાનું માનવામાં આવે છે.

ફરિયાદમાં રાજુ ભટ્ટ દ્વારા ટીવી તોડીને મારીને દુષ્કર્મ કરાયું હોવાનું જણાવાયું છે. પરંતુ તા.૧૫-૯-૨૧ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં ફરિયાદી યુવતીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, બોયફ્રેન્ડ અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધીએ વાળ પકડીને માથું પછાડી ખૂબ માર માર્યો છે એમ કહી રડતાં રડતાં ફોન મૂકી દીધો હતો. બાદમાં ડોન્ટવરી વી વીલ ટોક ઈન મોર્ન્િંાગનો મેસેજ આવ્યો હતો અને ૯ વાગે અમનના મોબાઈલથી વીડિયો કોલ અને ઓડિયો કોલ આવ્યો હતો. ત્યાર બાદ જાણ થઈ હતી કે ફરિયાદી મકાન ખાલી કરીને દિલ્હી ગયા હતા અને બાદમાં અલ્પુ સિંધીએ મારા મોબાઈલ ઉપર વોટ્‌સએપ કરીને ફોટા મોકલ્યા હતા. જેમાં અમે બે બેડ ઉપર બાજુમાં બેઠેલા હતા. અલ્પુ સિંધીએ બાદમાં ફોન કરીને હું કહું તેમ કરવું પડશે, નહીં તો બળાત્કારના કેસમાં ફસાવી દેશે એમ જણાવતાં હું ડરી ગયો હતો અને એ માથાભારે અને હિંસક પ્રવૃત્તિ આચરનારો હોવાની જાણકારી મળી હતી. ખુદ ફરિયાદીએ ફોન કરીને મને અલ્પુ સિંધી બળાત્કારની ખોટી ફરિયાદ કરવા જણાવે છે, પરંતુ હું ફરિયાદ કરવામાં માનતી નહીં હોવાનંંુ જણાવ્યું હતું. ત્યાર બાદ અજાણ્યા નંબરથી ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલતા હોવાનું જણાવી ધમકાવતાં ફોન કાપી સીધી અલ્પુ સિંધી સાથે વાત કરી હતી. ત્યારે અલ્પુએ બળાત્કારની ફરિયાદ થશે જ એમ જણાવ્યું હતું એમ અશોક જૈનની લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.

પીડિતાના મિત્ર અલ્પુ સિંધી અને આરોપી અશોક જૈન વચ્ચેની ઓડિયો ક્લીપના અંશો

• અશોક જૈનઃ અરે કંઇ ફોન આવ્યો હતો પોલીસમાંથી...

• અલ્પુ સિંધીઃ તમે ડોહા..૬૦ વર્ષની ઉંમરમાં ૨૫ વર્ષની છોકરી જાેડે બળાત્કાર કરો છો, તમારામાં ભાન છે?

• અશોક જૈનઃ બળાત્કાર કોણે કર્યો, બાપા, ક્યાં બળાત્કાર કર્યો છે?

• અલ્પુ સિંધીઃ તમે મને ફોટો મોકલ્યા છે એને બદનામ કરવા માટે

• અશોક જૈનઃ મે ક્યાં મોકલ્યા, મારી પાસે ફોટો પણ નથી, મેં એની સાથે ફોટો પડાવ્યા જ નથી

• અલ્પુ સિંધીઃ કાકા વાંધો નહીં તમારા ફ્લેટ પર પેલી છોકરી ગઇ છે. તમે જે હરકતો કરી છે, તે બધા ફોટો તમે મને જે મોકલ્યા છે, તે મારા પાસે પુરાવા તરીકે છે. તમને શરમ આવે છે. તમારી ઉંમર કેટલી છે. તમને શરમ આવે છે.

• અશોક જૈનઃ શું છે આ અલ્પુભાઇ તમે મને કીધુ હતું કે, આપણે બેસીને પતાવી દઇશું.

• અલ્પુ સિંધીઃ પેલી છોકરીને ફરિયાદ કરવી છે.

• અશોક જૈનઃ પણ શેના માટે મે કંઇ કર્યું જ નથી એની જાેડે.

• અલ્પુ સિંધીઃ એ તો મેડિકલમાં બધુ જ આવશે. તમે ફોટો મોકલ્યા હતા. એ બધા છોકરી પાસે છે.

• અશોક જૈનઃ મેં ક્યાં મોકલ્યા તમને. એક પણ ફોટો ક્યાં મોકલ્યો તમને ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ પીડિતા

ભોગ બનેલી યુવતી ૧૬મીથી ૧૯મી તારીખ સુધી ક્યાં અને કોની સાથે હતી?

ભોગ બનેલી યુવતીએ ૧૬મી તારીખે મકાનમાલિકને ઈ-મેઈલ કરી મકાન ખાલી કરી દીધું છે એમ જણચાવ્યું છે ત્યારે ફરિયાદ તા.૧૯મીએ થઈ છે, જેના કારણે પોલીસ તા.૧૬મી થી ૧૯મી સુધી ક્યાં અને કોની સાથે રોકાઈ હતી એની ઝીણવટપૂર્ણ તપાસ કરે તો આખી ફરિયાદ પાછળ કોનું ભેજુ અને શું ઈરાદો હતો એનું સંપૂર્ણ સત્ય બહાર આવી જાય એમ હોવાનું માનવામાં આવે છે.

આરોપીએ ધમકીની પોલીસને અગાઉથી જાણ કેમ ના કરી?

રેપકાંડની હાઈપ્રોફાઈલ ફરિયાદમાં આખો મામલો હનીટ્રેપ અને બ્લેક મેઈલિંગનો છે એવો ઈશારો કરતી લેખિત રજૂઆત આરોપી કરી રહ્યા છે. ત્યારે જે દિવસે એટલે કે ૧૫મી તારીખે યુવતીને મારી એ દિવસે જ અશોક જૈન દ્વારા પોલીસને ફોન કરાયો હોત, અથવા તો ૧૬મીએ માથાભારે બૂટલેગર અલ્પુ સિંધીએ ફોન કરી બળાત્કારની ફરિયાદ થશે એમ જણાવ્યું હતું. એ દિવસે અશોક જૈને પોલીસને લેખિત જાણ કરી દીધી હોત તો આજે એમનો હાથ ઉપર હોત એમ કાયદાના જાણકારોએ જણાવ્યું છે.

સામ-સામે નાર્કોટેસ્ટ કરાવવાની માગ

ગોત્રી બળાત્કાર કેસના આરોપી અશોક જૈન દ્વારા ગૃહ રાજ્યમંત્રી, પોલીસવડા, પોલીસ કમિશનરને કરાયેલી લેખિત રજૂઆતમાં આ કેસના સંદર્ભમાં જે પ્રકારના અમારા વૈજ્ઞાનિક પદ્ધતિથી નાર્કોટેસ્ટ કરાવવા તૈયાર છીએ, સામાપક્ષે ફરિયાદી યુવતી, અલ્પુ સિંધી અને તેના સાથીદાર લક્ષ્મણ પરમારનું પણ પરિક્ષણ થાય તો સત્ય હકીકત બહાર આવશે એમ જણાવ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીથી માંડી ઉચ્ચ અધિકારીઓ અને અદાલત આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે એની ઉપર આધાર છે.