વડોદરા, તા.૨ 

કોરોના વાઈરસની મહામારીના કારણે તમામ મુશ્કેલીમાં મુકાયા છે. શાળા-કોલેજા પણ માર્ચ મહિનાથી બંધ છે જેથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને વીજળી, પાણી, સફાઈ, ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવા દૈનિક ખર્ચાઓ નથી, ત્યારે ખાનગી શાળા-કોલેજામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ૬ મહિનાની ફી માફ કરવામાં આવે તેવી માગણી સાથે એનએસયુઆઈએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા.૧૫મી માર્ચથી શાળા-કોલેજા બંધ કરવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. આગામી સમયમાં શાળા-કોલેજા ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા-કોલેજામાં બાળકો અભ્યાસ કરવા માટે જવાના જ જથી તેવા સમયે સરકારી અને ખાનગી શાળા-કોલેજાના સંચાલકો કોરોનાના કપરા કાળમાં ઓનલાઈન શિક્ષણના નામે નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને લૂંટે નહીં અને ધંધા-રોજગાર બંધ છે તેવા સમયે ગરીબ પરિવારના બાળકોને રાહત મળી રહે તે માટે ઓછામાં ઓછા ૬ મહિનાની સંપૂર્ણ ફી માફ થાય તેવી માગણી કરી હતી.