/
ખીચડોપેથીના વિરોધ માં આઈએમએ દ્વારા દેખાવો

રાજપીપલા,  ભારત સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને કેટલાક ઓપરેશન કરી શકે એવી છૂટછાટ અપાતો કાયદો બનાવ્યો છે. જેનો એલોપેથિક તબીબો દ્વારા વિરોધ કરવામાં અવી રહ્યો છે.સમગ્ર ભારતની સાથે સાથે નર્મદા જિલ્લા આઈએમએ રાજપીપલાના ડોકટરોએ ભેગા મળી રાજપીપળા જિલ્લા સેવાસદન ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.જેમાં આઈએમએ નર્મદાના પ્રમુખ ડો.ગિરીશ આનંદ, ડો.દર્શનાબેન દેશમુખ, ડો.પિનાકીન પટેલ, ડો.નૈષધ પરમાર, ડો.જયેશ પટેલ, ડો.શાંતિકાર વસાવા, ડો.એ.આર.જાદવ, ડો.ભાવિન ચૌધરી, સહીત તબીબો હાજર રહ્યા હતા.  

હવે આગામી ૧૧ તારીખે નર્મદાના તમામ ડોકટર એક દિવસની હડતાળ પાડશે.માત્ર ઇમરજન્સી કેશ હેન્ડલ કરશે જેથી કોઈને જાનહાની ના થાય.ઇન્ડિયન મેડિકલ એસોસીએસન નર્મદા પ્રમુખ ડો.ગીરીશ આનંદે જણાવ્યું હતું કે તાજેતરમાં જે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે જે સદંતર ખોટો છે, અમે આયુર્વેદનું સન્માન કરીએ છે આયુર્વેદિક તબીબોનો કોઈ વિરોધ નથી પણ જેની જે કામગીરી છે તાલીમ પ્રમાણે આપવામાં આવી છે.આખા ભારતમાં આયુર્વેદિક તબીબોને અમુક ઓપરેશન સહીતની જે છૂટછાટ આપવામાં આવી છે એનો અમે વિરોધ નોંધાવ્યો છે.જ્યાં સુધી આ કાયદો રદ નહિ થાય ત્યાં સુધી અમે વિરોધ કરીશું આંદોલન કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નવા નિયમ બનાવીને આયુર્વેદ ડોક્ટરોને સર્જરી કરવાની પરવાનગી આપી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution