વીરપુર : વિરપુરના સુલતાનપગીના મુવાડામાા બે માસ અગાઉ બપોરના સમયે બે બાળકોે કુદરતી હાજતે ગયા હતા અને કેનાલમા પાણી લેવા જતા બંને બાળકો કેનાલમાં ડુબતા એકને બચાવી લેવાયો હતો જ્યારે બીજા બાળકનું ડુબી જતાં તેની ભાળ ના મળતા કેનાલ ના દરવાજા ખોલી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું. 

કેનાલમાં પાણી નો પ્રવાહ ઓછો થતા બાળકની લાશ મળી આવી હતી પરંતુ પાણી તળાવમાં છોડવાથી તળાવ ભરાઈ જતાં નિચાણવાળા વિસ્તારમાં ડાંગરના પાકના ખેતરોમાં પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા જેને પગલે ડાંગરના પાકને ભારે નુક્સાન થયું હતું અંદાજીત ૨૦ હેક્ટરમાં જેટલા ઉભા તેમજ કાપણી કરેલા પાક પર પાણી ફરી વળ્યુ હતું .

આ બાબતે વરધરા ગામના ખેડુતો દ્વારા વિરપુર મામલતદાર ને આવેદન આપી વળતર મેળવવા ની માંગ પણ કરવામાં આવી હતી જ્યારે મહિસાગર કલેકટર અને મેજીસ્ટ્રેટ દ્વારા કડાણા વિભાગના કાર્યપાલક ઇજનેર તાકીદ કરી વરધરા ગામમાં કેનાલનું પાણી ફરી વળતા મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા સિંચાય વિભાગના કાર્યપાલક ઇજનેરને પાક નુકસાની માટે સર્વે કરી રીપોર્ટ આપી અહેવાલ રાજુકરવા જણાવ્યું હતું.