વડોદરા,તા.૧૧  

વડોદરાના મજલપુરના ધારાસભ્ય અને રાજ્યના નર્મદા મંત્રી યોગેશ પટેલની લાલ આંખને લઈને સ્થાયી સમિતિ દ્વારા આજવા સરોવરથી નિમેટા પ્લાન્ટ સુધીના રૂપિયા ૬૮ કરોડ કરતા વધુ રકમના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું.હવે આ કામને આગામી સ્થાયી સમિતિમાં હાથ પર લઈને મંજૂરીની મોહર મરાશે.વડોદરા પાલિકા હસ્તકના આજવા સરોવરથી નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી નવીન નળિકા નાખવાની તથા નિમેટા ખાતે નવીન ૫૦ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ કરાનાર છે.આ કામમાં પાંચ વર્ષના ઓપેરેશન અને મેન્ટેનન્સની સહિતની કામગીરીને માટે વિવિધ ઇજારદારો પૈકી લોએસ્ટ ઇજારદાર મેસર્સ વેલજી રત્ના સોરઠીયા ફારા પ્રાઇવેટ લિમિટેડના રૂપિયા ૬૮,૦૪,૮૦,૯૦૫/-ની રકમના અંદાજિત રકમ કરતા ૪.૪૯% ઓછાના ભાવ પત્રકને મંજૂરીની મોહર મરાશે.અગાઉ મળેલી સ્થાયી સમિતિની સભામાં નર્મદા મંત્રી યોગેશ પટેલના આ કામમાં સુધારા વધારાના સૂચનને ધ્યાનમાં લઈને કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.