લખનઉ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અટલ બિહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય ઉકના સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં પૂનમ રાવતે સદી ફટકારી હોવા છતાં ભારતીય ટીમ હારી ગઈ હતી. આ સાથે જ આ મેચમાં હારની સાથે ભારત પાંચ વનડે મેચની શ્રેણી પણ હાર્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમે ત્રણ મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે. ભારત માટે ઝુલાન ગોસ્વામીને ટીમમાં ન રમાડવાનું ભારે પડ્યું હતું.

ભારતીય ટીમે સારી બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૨૬૬ રન બનાવ્યા હતા. પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમે શાનદાર બેટિંગને કારણે ૩ વિકેટ ગુમાવીને ૨૬૯ રન બનાવ્યા હતા. તે જ સમયે સૌથી મોટો પીછો કરવાનો રેકોર્ડ પણ દક્ષિણ આફ્રિકાની ટીમે બનાવ્યો છે. પૂનમ રાવતે શાનદાર ૧૦૪ રન બનાવીને ભારતે ૫૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૬૬ રન બનાવ્યા હતા. હરમનપ્રીતે પણ ૩૩ બોલમાં ૫૦ રનની આતિશી ઇનિંગ્સ રમી હતી. પરંતુ ૨૬૬ રનનો સારો સ્કોર આપવા છતાં ભારતીય ટીમ નબળા બોલિંગ પ્રદર્શનના કારણે હારી ગઈ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઉકના સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ૨૬૬ રનના મોટા કુલ સ્કોર છતાં ટીમ હારી ગઈ હતી. આ જ હાર પાછળ ભારતની નબળી બોલિંગ એક મોટું કારણ છે. કારણ કે ભારતીય ટીમમાં આજે બે ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમાંથી એક બેટ્‌સમેન તરીકે બદલાવ કર્યો હતો. જ્યારે રાધા યાદવને ઝુલન ગોસ્વામીની જગ્યાએ ટીમ માં લેવામાં આવી હતી.પરંતુ રાધા યાદવ કંઈ ખાસ કરી શકી નહીં. તેણે ૯.૪ ઓવરમાં ૬૮ રન આપ્યા અને કોઈ વિકેટ લઈ શકી નહીં. જ્યારે માનસી, રાજેશ્વરી અને હરમનપ્રીતે એક-એક વિકેટ લીધી હતી.