અંબાજી

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે હવે ૧૧મી જૂન સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પહેલાં ૪થી જૂન સુધી મંદિર બંધ રહેવાનું હતું પરંતુ કોરોના સંક્રમણમાં સાવચેતીના પગલાં રૂપે મંદિર ખોલવામાં એક સપ્તાહ લંબાવાયું છે.

ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોના યાત્રીઓ વારંવાર અંબાજી મંદિરના દર્શને આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણ વધતાં આ મંદિરને જનતા માટે બંધ કરવામાં આવ્યું છે. અંબાજીના ભાવિક ભક્તોને હજી ૧૧મી જૂન સુધી પ્રતિક્ષા કરવી પડે તેમ છે, કેમ કે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે અવધિ લંબાવવાનો ર્નિણય કર્યો છે.

ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરમાં પૂજા અને આરતી નિયમિત કરવામાં આવશે પરંતુ તેમાં ભાવિક ભક્તો જાેડાઇ શકશે નહીં. જાે કોરોના સંક્રમણ નિયંત્રણમાં હશે તો ટ્રસ્ટ દ્વારા મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવાનો ર્નિણય ૧૧મી જૂને લેવામાં આવશે.