અમદાવાદ-

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વર્ગસ્થ ધીભાઇ અંબાણીના મોટાભાઇ રમણીકભાઇ અંબાણીનું અમદાવાદમાં અવસાન થયું છે. તેઓ ૯૫ વર્ષના હતા. આ અંગેની પુષ્ટ્રી તેમના પરિવારે કરી છે. રમણિકભાઈ તેમના ભાઈ ધીભાઇ અંબાણીના જીવનમાં દરેક પડાવના સાક્ષી રહ્યા છે. રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

પરિવારના એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, રમણીકભાઇએ ૯૫ વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યું હતું અને તેમના જીવન દરમ્યાન ભારતની સફળતાના સાક્ષી અને આજે અસ્તિત્વમાં રહેલા ઇતિહાસનો નાનો ભાગ બન્યા હતા. રમણિકભાઇ ૯૦ વર્ષના હતા ત્યાં સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેકટર મંડળમાં હતા. 

૧૯૨૪માં હીરાચદં અને જમુનાબેન અંબાણીના ત્રણ પુત્રોમાં તેઓ સૌથી મોટા હતા. તેઓ મૂળ જૂનાગઢના હતા. અન્ય બે ભાઈ ધીભાઈ અંબાણી અને નટૂભાઈ અંબાણી અને બે બહેનો હતી, જેમાં ત્રિલોચનબેન અને જસુમતિબેનનો સમાવેશ થાય છે.  રમણીકભાઇ અંબાણીની પત્નીનું ૨૦૦૧માં મૃત્યું થયું હતું. તેમના બાળકોમાં નીતા, મીના, ઇલા અને વિમલ અંબાણી, પાંચ પૌત્રો અને બે પૌત્રો છે. ઇલાએ ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ સાથે લ કર્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ તેમના જમાઇ છે. સૌરભ પટેલના ઈલા રમણિકભાઈની પુત્રી ઈલા સાથે થયા છે