હાલોલ : વિશ્વમા હાહાકાર મચાવનારા કોરોના વાયરસને કારણે તેની અસર તમામ ધર્મના લોકોના ધાર્મિક તહેવારો પર પડવા પામી છે.મૂસ્લિમોના પવિત્ર ગણાતા મહોરમ પર્વની દર વર્ષે ધામધુમથી ઊજવણી કરવામા આવે છે. પણ આ વખતે કોરોનાની મહામારીને કારણે સાદાઈથી જ ઉજવણી હાલોલ નગરમાં કરવામા આવશે.સાથે મૂસ્લીમ ધર્મગૂરુઓએ પણ બિરાદરોને પણ ઘરે જ રહીને ઇબાદત કરવાની અપીલ કરી છે. 

મોહરમ હિજરી સવંત મુજબ ઇસ્લામનો પ્રથમ માસ છે. જેને લઈ મોહરમ પર્વની ઉજવણી દર વર્ષે હર્ષોલ્લાસ સાથે થતી હોય છે અને હાલોલ નગરમાં ઠેરઠેર મોહરમ પર્વની તડામાર તૈયારીઓ ચાલતી હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલી વૈશ્વિક કોરોનાની મહામારી ને લીધે સરકાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેને લઈ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે ઉજવાશે.

 નાના ભૂલકાઓ દ્વારા પોતાના ઘરેજ રહીને નાના કલાત્મક તાજીયા બનાવી રહ્યા છે જે પોતાના ઘરેજ તાજીયા સ્થાપિત કરી સાદગીપૂર્ણ ઉજવણી કરશે.જેમાં આવતી ૩૦ ઓગસ્ટના દિવસે મહોરમ પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવશે અને મુસ્લિમ સમાજના લોકો પોતાના ઘરે જ રહી સાદાઇથી ઉજવણી કરશે.