દિલ્હી-

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉને પોતાની બહેન કિમ યો જાેંગનું પ્રમોશન કરીને તેને દેશમાં બીજા સૌથી શક્તિશાળી નેતા બનાવી દીધા છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ કહ્યુ કે 32 વર્ષની કિમ યો જાેંગને હવે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે જાેડાયેલા મામલાને જાેવા માટે ઉત્તર કોરિયાના પ્રભારી બનાવ્યા છે. આમ તેઓ હવે દેશમાં અઘોષિત રીતે બીજા નંબરના નેતા બની ગયા છે. આ બધાની વચ્ચે કિમ જાેંગ ઉનની બીમારીને લઇ દુનિયાભરમાં અટકળો ઝડપથી ફેલાય રહી છે.

ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે કિમ જાેંગ ઉન એ શાસનના ‘તણાવ’ને ઓછો કરવા માટો પોતાની કેટલીય શક્તિઓ બહેનને આપી દીધી છે. જાે કે કિમ જાેંગ ઉન હજુ પણ ઉત્તર કોરિયા પર પૂરો અધિકાર ધરાવે છે. કિમ જાેંગ ઉને પોતાની બહેનનું પ્રમોશન એવા સમયે કર્યું છે જ્યારે તેમના મોતની અફવાઓની વચ્ચે લગભગ ૨૧ દિવસ સુધી ગુમ રહ્યા બાદ સામે આવ્યા હતા.

દક્ષિણ કોરિયાની ગુપ્તચર કમિટીના સભ્ય હા તાઇ ક્્યૂંગ એ કહ્ય્šં કે ગુરૂવારના રોજ આ સત્તાનું હસ્તાંતરણ થયું. તેમણે કહ્યુ કે કિમ જાેંગ ઉન હજુ પણ બધી શક્તિઓ ધરાવે છે પરંતુ તેઓ ધીમે-ધીમે તેને પોતાની બહેનને સોંપી રહ્યા છે. ચોસૂન ઇલ્બો અખબારના રિપોર્ટમાં કહ્યુ છે કે કિમ જાેંગ ઉન હજુ પણ સત્તા પર પોતાનો પૂરો અધિકાર ધરાવે છે. આ બધાની વચ્ચે દક્ષિણ કોરિયાએ કહ્યુ છે કે તેના પરથી એ ના કહી શકાય કે કિમ જાેંગ ઉને પોતાની બહેનને પોતાના ઉત્તરાધિકારી બનાવી દીધા છે.