ઉત્તરપ્રદેશ-

યુપીમાં હેડ કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 896 પોલીસ કર્મચારીઓને નીચી પાયરીએ ઉતારીને મૂળ કેડર પીએસીમાં પાછા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ સબ ઈન્સ્પેક્ટર બનેલા 22 કોન્સ્ટેબલને પણ પરત મોકલવામાં આવ્યા છે. તમામને પીએસીના મુખ્ય મથક લખનઉ મોકલવામાં આવ્યા છે. આદેશ સામે ઘણા પ્રતિનિયુક્ત પોલીસ કર્મચારીઓ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવવાની તૈયારી કરી રહ્યા છે. વર્ષો પહેલા પીએસી તરફથી સિવિલિયન પોલીસમાં આવેલા આ પોલીસ કર્મચારીઓને હેડ કોન્સ્ટેબલ બનવાની બઢતી આપવામાં આવી હતી.

22 પોલીસકર્મીઓને પીએસીમાં કોન્સ્ટેબલની પોસ્ટ પર પાછા મોકલવામાં આવ્યા છે. 910 માંથી 6 હાલમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર કાર્યરત છે. બાકીના 904 કર્મચારીઓમાંથી 14 કાં તો નિવૃત્ત થયા છે અથવા મૃત્યુ પામ્યા છે, જ્યારે 890 પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે. પોલીસ હેડ કવાર્ટર કહે છે કે પોલીસમાં કોન્સ્ટેબલ પદ માટે ભરતીના બે બેઝિક કેડર છે - સિવિલિયન પોલીસ અને પીએસી. તે બધાને તેમના મૂળ કેડરમાં બઢતી મળે છે. પીએસીમાંથી પોલીસ ટ્રાન્સફર કરવા માટે આપેલા હુકમમાં કેડર બદલાવનો ઉલ્લેખ નથી અને મેન્યુઅલ કે આદેશમાં કોઈ જોગવાઈ નથી.