વોશ્ગિટંન-

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. નોર્વેના સાંસદે ઇઝરાઇલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ ડીલ કરાવવા કરવા માટે ટ્રમ્પને નોમિનેટ કર્યા છે. ટ્રમ્પે મધ્યસ્થી કર્યા પછી જ ઇઝરાઇલ અને યુએઈએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા, અને 72 વર્ષ પછી સંઘર્ષનો અંત આવ્યો. હવે તે 15 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસ ખાતે તેનો ઓપચારિક સમારોહ યોજશે.

ઇઝરાઇલ અને સંયુક્ત આરબ અમીરાતે 13 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તેઓ યુએસ-મધ્યસ્થી સમાધાન હેઠળ સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત કરી રહ્યા છે. ગયા મહિને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અને ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર ચર્ચા કરી હતી જેના પછી કરારને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય પછી યુ.એસ.એ કહ્યું હતું કે આ ઐતિહાસિક રાજદ્વારી પ્રગતિ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં શાંતિને આગળ વધારશે.

આ કરાર અંતર્ગત ઇઝરાયેલે તેના અધિકારક્ષેત્ર હેઠળ પશ્ચિમ દરિયાકાંઠાના તેના ભાગોને જોડવાની યોજના બંધ કરવી પડશે. ઇઝરાઇલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે રોકાણ, પર્યટન, સીધી ફ્લાઇટ, સુરક્ષા, દૂરસંચાર અને અન્ય મુદ્દાઓ પર દ્વિપક્ષીય કરાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે પ્રથમ વ્યાપારી વિમાન પણ ઉડાન ભરી હતી.