ડભોઇ : ડભોઇ તાલુકાની ઢાઢર નદી સતત્ત ત્રીજીવાર ગાંડીતુર બની તાલુકાના ૫ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો દંગીવાડા ગામે રોડ ઉપર થી પસાર થતી નદી ને પગલે કમર સામા પાણી રોડ ઉપર થી વહી રહેતા સ્થાનીકો ની અનેક વખત ની રજૂઆત રોડ ઊંચો કરવા પરંતુ તંત્ર ની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ જાેવવા પણ નથી આવતા અધીકારીઓ ઉપર આક્ષેપ લગાવ્યા.ડભોઇ સહિત તાલુકા ભર માં ગુલાબ વાવાઝુડાને પગલે સતત બે દિવસ થી વરસાદી માહોલ છે ત્યારે ઉપરવાસ માં ભારે વરસાદ થી આ ચોમાસાની ત્રુતુમાં જ સતત્ત ત્રીજી વખત ઢાઢર નદી ગાંડીતુર બની છે. ડભોઇ તાલુકામાં થી પસાર થતી ઢાઢર નદી માં પાણી આવતા ડભોઇ તાલુકાના ૫ ગામો બંબોજ, નારણપૂરા, કબીરપૂરા, દંગીવાડા, વિરપૂરા સહિત ના પાંચ ઉપરાંત ગામો સંપર્ક વિહોના બન્યા છે. સતત્ત ત્રીજી વખત દંગીવાડા નજીક થી નદી પસાર થતાં પ્રવેશ માર્ગ ઉપર કમર સામા પાણી ભરાતા લોકો ને ઘર થી નિકડવું મુસકેલ બન્યું છે. તો નદીમાં તણાઇ આવતા મગર ને પગલે ગ્રામજનોમાં ભય નો માહોલ તો બીજી તરફ ખેતી ને પણ મોટા પાયે નુકશાન ની ભીતિ સેવાઇ રહી છે. દંગીવાડા ગ્રામજનો દ્વારા પ્રવેશ માર્ગ ને ૭૦૦ મીટર ઊંચો કરવા અવાર નવાર માંગ છતતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં છેલ્લા ૨૦ વર્ષ થી સમસ્યા નો સામનો કરી રહ્યા છે દંગીવાડાના ગ્રામ જાણો તો બંબોજ ગામે પણ પંચાયત કચેરી સહીતના વિસ્તાર માં પાણી ભરાયા છે. સ્થાનીકો ની ભાળકરવા કોઈ અધીકારી આવતા નથી ના ગ્રામજનો આક્ષેપ લગાડી રહ્યા છે. સમસ્યાનો નિરાકરણ લાવા લોકમાંગ ઉઠવા પામી.