વાંસદા. ઉનાઈ મકરસંક્રાંતિના મેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે આ વખતે મકરસંક્રાંતિ ના તહેવારમાં મેળો બંધ રહેતા નાના ધંધાર્થી સહિત લોકોમાં નિરાશા જાેવા મળી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે અને મેળાની મજા માણતા હોય છે. આ વર્ષે મેળાનો આનંદ માણવા નહિ મળે દર વર્ષે હજારોની સંખ્યામાં જનમેદ ની ગુજરાત -મહારાષ્ટ્રના વિવિધ રાજ્યો માંથી મેળામાં આવતી હોય છે.જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વર્ષે મેળો બંધ રાખવાનો ર્નિણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. 

દર વર્ષે મકરસંક્રાંતિ માં ઉનાઈ ગામે મેળાની મઝા માણવા માટે ગામે-ગામથી લોકો ઊમટી પડે છે. અહીંની સામન્ય પ્રજા માટે પ્રજા મન મૂકીને મેળામાં ખરીદી કરતી હોય છે. પરંતુ આ વર્ષે ઉનાઈ મેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.જેમાં ૧૪ જાન્યુ મકરસંક્રાંતિ તહેવાર નજીક આવતા જ લોકોમાં મેળામાં જવાની રાહ જાેવાતી હોય છે. મેળામાં રાઈડ્‌સ, કપડાં વાસણ રમત ગમત ની વિવિધ રાઈડ્‌સ વગેરે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. પણ આ વખતે મકરસંક્રાંતિ નો લોકમેળો નહિ યોજાય જેમાં નાના ધંધાકીય લોકોમાં નિરાશા જાેવા મળી રહી છે.​​​​​​​ મેળા થકી લોકોને સારી એવી આવક પણ થતી હોય છે. સાથે આ મેળાનું આયોજન પંચાયત દ્વારા કરવામાં આવતું હોય છે જેના પંચાયત ને પણ સારી આવક થતી હોય છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે જિલ્લામાં એક પણ મેળો નહીં થઈ શકે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.કોરોનાને કારણે આ વર્ષે નવસારી જિલ્લાનો મોટો ગણાતો લોકમેળો બંધ રાખવામાં આવ્યો છે.દર વર્ષે મેળાની અસલી મજા એટલે ચગડોળ છે .