વડોદરા : દિવાળી પર્વ બાદ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈઈ વડોદરામાં પરંપરાગત રીતે કાર્તિકી પૂનમે નિકળતો ભગવાન નરસિંહજીનો ઐતિહાસિક વરધોડો નહી નિકળે.મંદિરના સંચાલકો દ્વારા આ વર્ષે વરધોડો મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા વડોદરામાં ગાયકવાડ સમયથી ચાલી આવતી વષોની પંરપરા તુટશે. શહેરના એમ.જી.રોડ નરસિંહજીની પોળમાં આવેલા ઐતિહાસિક ભગવાન નરસિંહજી મહારાજ મંદિરના પૂજારી હિતેષભાઈ પરીખે જણાવ્યુ હતુ કે, છેલ્લા ૨૫૦ ઉપરાંત વર્ષથી કાર્તિકી પૂનમ દેવ દિવાળીએ આન,બાન અને શાનથી ભગવાન નરસિંહજીનો વરધોડો કાઢવામાં આવે છે. પરંતુ આ વખતે તા.૩૦મીએ નિકળનાર વરધોડો દિવાળી પર્વ બાદ કોરોનાના કેસો વધતા નરસિંહજી મહારાજ મંદિર પરિવાર દ્વારા વરધોડો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તેમજ વર્તમાન સમયને ધ્યાને રાખીને મંદિરનો સેવાક્રમ મંદિરની અંદર જ રહેશે ઉપરાંત કાર્તિકી પૂનમે ભક્તો માટે દર્શન પણ બંધ રહેશે.સાથે ાગલી રાત્રે ચૌદશના દિવસે ભરાતો મેળો-મંડળીઓ વગેરે પણ બંધ રાખવામાં આવ્યુ હોંવાનુ જણાવ્યુ હતુ. 

સાથે કોરોનાની સ્થિતીમાં સરકારની ગાઈડ લાઈનનુ પાલન કરવાની અપીલ કરી હતી.ઉલ્લેખનિય છે કે,છેલ્લા ૨૫૦ ઉપરાંત વર્ષની પરંપરા જાળવતો ભગવાન નરસિંહજીનો વરધોડો માંડવી થી નિકળીને તુલસીવાડી ખાતે તુલસી વિવાહ માટે લઈ જવામાં આવે છે. અને રાત્રે લગ્ન વિધિ બાદ વાજતે ગાજતે વહેલી સવારે નિજ મંદિરે પરત ફરતો હોેય છે. વરધોડાનો માર્ગમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત અને આતશબાજી કરવામાં આવતી હોંય છે.ઉપરાંત બેન્ડવાડા,બંસરી,બગ્ગીગાડીઓ,વેશભૂષામાં સજ્જ બાળકો,હનુમાનજીનુ પાત્ર જેવા આકર્ષણો ભારે રંગ જમાવતા હોંય છે.જ્યારે વરધોડાના આગલા દિવસે મંદિરના પ્રાંગણમાં તેમજ ચાર દરવાજા વિસ્તારમાં વિવિધ સ્થળે ભજન મંડળીઓ તેમજ ડાયયરાની રમઝટ બોલાવાતી હોંય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે ગાયકવાડી સમયથી ચાલતી પરંપરા તુટશે.જાેકે, મંદિરના વહિવટકર્તાઓએ આ વખતે વરધોડો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે પરંતુ મંદિરની અંદર જ સેવા પૂજા કરી ધાર્મિક પરંપરા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.