રાજપીપળા,  રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહના અધ્યક્ષપદે આજે ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી થઇ હતી.આજે ભારતના ચૂંટણીપંચ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણીમાં ભારતના ચૂંટણીપંચના મુખ્ય કમિશ્નર સુનીલ અરોરા, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકશાહીમાં મતદાતાઓનું મહત્વ સમજાવી મહત્તમ મતદાન માટે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર ડૉ.મુરલી ક્રિષ્ણન્‌, રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નર ડૉ.સંજય પ્રસાદ વગેરે તેમાં જાેડાયાં હતા. રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહે મતદાન માટે સામૂહિક શપથ લેવડાવ્યા હતા અને નર્મદા જિલ્લાના નોંધાયેલા તમામ મતદારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને મહત્તમ મતદાન થાય તે જાેવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.   

નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જાેડવાના ઉદ્દેશથી દર વર્ષે તા.૨૫ મી જાન્યુઆરીનાં દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૧૧ થી કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે,૨૫ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારતીય ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે અને આજે ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઇ રહી છે.જિલ્લા ચૂંટણી અધિકારી શાહે વધુમાં ઉમેર્યું હતું કે, આ ૧૧ મો મતદાતા દિવસ ભૂતકાળમાં ઉજવેલા મતદાતા દિવસ કરતા અલગ છે કારણ કે આ મતદાતા દિવસ વર્ચ્યુઅલ રીતે ઉજવવામાં આવી રહ્યો છે..ભારતીય ચૂંટણી પંચ દ્વારા પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રીયાના આયોજન માટે તેમજ વધુ કાર્યક્ષમ રીતે બહોળી પ્રસિધ્ધિ દ્વારા મહત્તમ મતદારો સુધી પહોંચવા માટે આયોગ દ્વારા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પૂર્વે, ચૂંટણીના સમયે, ચૂંટણી બાદ તથા ચૂંટણી ન હોય તેવા સમયે પણ ઉપયોગ માટે જુદી-જુદી ૨૦ જેટલી એપ્લીકેશન્સ બનાવવામાં આવી છે, તેમ શાહે ઉમેર્યું હતું.ચૂંટણી પંચ લોન્ચિગ કરવામાં આવ્યું છે. મતદારો પોતાનુ મતદાર ઓળખપત્ર પોતાના મોબાઇલ / કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકશે.