વડોદરા, તા. ૦૫

રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલ ૮૨ વર્ષના વયોવૃદ્ધ જશુબેનને પરીવારજનોને ખુરશીમાં ઉંચકીને મતદાન મથકો સુધી મતદાન કરવા માટે લઇ આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચુટણીના બીજા તબક્કામાં નાગરવાડા વિસ્તારમાં રહેતા ૮૨ વર્ષના પ્રજ્ઞાતચક્ષુ જશુબેનને જીવનસાધના સ્કુલના મતદાન મથકે મતદાન કર્યુ હતુ. જશુબેનના ૮૨ વર્ષના હોવાથી તેમનાથી ચલાતુ નથી અને તેમને આખે પણ દેખાતુ ન હોવાને કારણે પરિવારજનોએ તેમને ખુરશીમાં બેસાડીને મતદાન મથક સુધી લઇ આવી જશુબેન પાસે મતદાન કરાવ્યુ હતુ. જયારે જશુબેને વાતચીત દરમ્યાન જણાવ્યુ હતુ કે હંમેશા ગમે તેવી પરિસ્થિતમિાં પણ મતદાન કરવા માટે જતી હોઉ છુ અને જશુબેન સાથે આવેલા તેમના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે જશુબેનનો સ્વાસ્થ્ય સારુ રહેતુ ન હોવાથી છતા તેમણે મતદાન કરવાનો આગ્રહ કર્યો હતો.